હલ્લો ફ્રેંડ્સ આજે નવી રેસેપી જે ગુજરાતમાં જ બનતી આવેલી છે. તો તમે પણ એના વિષે જાણો તેનું નામ છે
“ઢેકરા વડા”
એને માટે જોઇશે
લીલી તુવરના દાણા ૧ કપ
ચોખાનો લોટ ૧ કપ
આદુ મરચાની પેસ્ટ ૧ ટેબલ સ્પુ
ગોળ ૨-૩ ટેબલ સ્પુ , તમને પસંદ પ્રમાણે
તલ ૧ ચમચો
જીરુ ૧ ચમચી
હીંગ ૧/૪ ટી સ્પુ
હળદર ૧/૨ ટી સ્પુ
લાલ મરચું કાશમીરી ૧ ટી સ્પુ
ધાણાજીરુ પાવડર ૧ ટી સ્પુ,
મીઠુ સ્વાદ પ્રમાણે
પાપડખાર ચપટી,
મલાઇ ૧ ટેબલ સ્પુ,
કોથમીર ( લીલા ધાણા) ૧/૨ કપ
તેલ ૧ ટી સ્પુ,
તળવા માટે તેલ
બધી તૈયારી સામગ્રી ની કરી લીધા પછી પહેલા તુવરના દાણાને ૧૫-૨૦ મીનીટ તપેલીમાં પાણીમાં મીઠુ નાંખી બાફી લીધી. દાણા ચડી ગયા જોઇ લેવું . હવે દાણા ને તારવી લઈ ખાંડી લીધા. ચોપરમા પણ કરી સકો. આગળ તળવાનું હોય ,દાણા ફાટે નહિ માટે કરવાનું છે. જો પેનમાં સેલો ફ્રાય કરવું હોય તો થોડા આખા દાણા પણ નખાય.
હવે જે પાણીથી તુવરના દાણા બાફ્યા તેમાથી દોઢ કપ પાણી ઉકાળવા મુક્યુ . ઓછું હોય તો તાજું પાણી લઈ ને દોઢ કપ કરવું. હવે આ ઊકળતા પાણીમા બધા મસાલા નાખવા. ગોળ ઓગળે ને મસાલા સાથે તેલ મલાઇ મીઠુ થોડો પાપડખાર ચપટી નાંખ્યો છે ટેસ્ટ માટે અને સરસ હલકા બનસે. હવે ચોખાનો લોટ નાખવો ને વેલણથી મીક્ષ કરવું ખીચીયાની જેમ, તેમાં તુવરના દાણાનું ક્રસ પણ નાખવુ મીક્ષ બરોબર વેલણ થી કરી કોથમીર નાંખી થાળીમાં ઠરવા મુકવુ. સહેજ ઠરે તેલવાળો હાથ કરી ગોળા પાડવા. તેને કટલેટ આકાર કે લંબગોળ કે થેપેલા કે મુઠીયા આકાર જે પણ ગમે તેવા સેપ આપવા. ને ગરમ તેલમાં તળવા ગોલ્ડન બદામી તળી લેવા યા તો સેલો ફ્રાય કરી સકાય છીછરા તળિયાની પેનમાં તેલ મુ્કી ગરમ કરી ઢેકરા બંને બાજુ સેકી લેવા. બીજી રીત છે મુઠીયાની જેમ સ્ટીમ આપી કટ કરી વઘારી લેવા. તમને જેમ સારુ લાગતુ હોય તે રીતે આ વાનગીની પ્રોસીજર કરવી. ગરમ મસાલો ગમતો હોય તો નાંખી સકો છો. હવે ગરમ ગરમ તૈયાર થયે ચાટ મસાલો છીડકવો ને વાનગીનો આનંદ માણો.
શિયાળામાં લીલવાની સીઝનમાં ભરપૂર ખવાતી લીલવાને તમે ફ્રીજરમા બારેમાસ બરફ વાળા ખાનામાં પેકેટ બનાવી સ્ટોર કરી સકો છો. લીલવાની કચોરી પણ બંને છે શાકમાં પણ વપરાય છે. ને ક્યારેક આ વાનગી પણ બનાવસો. ચહા કે ચટણી સાથે ને એમ ને એમ પણ બહુ સ્વાદિષ્ટ લાગે છે.
- From: Facebook
- Web title: ‘Dhekravda’ try this gujarati recipe at home, very delicious dish
Comments are closed.