‘પનીર કોફતા કરી’ ઘરે અચૂક બનાવવા જેવી એક સરળ અને સ્વાદિષ્ટ વાનગી

505
472
Paneer Kofta Dish
Paneer Kofta Dish

 

સામગ્રી :-

 

૨ બટેટાબાફેલા

૧ કાચું કેળું બાફેલું

પનીર ૫૦ ગ્રામ

આરારૂટ જરુર મુજબ ૧-૨ ટેબલ સ્પુન

સ્ટફીંગ કરવા માવો ૧ ટેબલ સ્પુન

કાજુ ટુકડા કરેલા ૩-૪

કિસમિસ ૮-૧૦

ટમેટા ૩ નંગ મોટા

લીલી મરચા  ૨

આદુ ૧ ટુકડો

કાંદો ૧ જો વાપરતા હોવ તો

દહી ૧ કપ

મલાઇ ૧-૨ ટેબલસ્પુન

તડકા માટે તેલ- ઘી

જીરુ ૧ટી સ્પુ

તજ ૧-૨ ટુકડા

લવિંગ ૧-૨,

મોટી એલચી ખોલીને ૧

નાની એલચી ૩ ખોલીને

તમાલપત્ર ૧

મીઠું સ્વાદ અનુસાર

હળદર ૧/૨ ટી સ્પુ

ધાણાજીરુ પાવડર ૧ ટી સ્પુ

લાલ મરચું કાશમીરી ૧ ટી સ્પુ

ગરમ મસાલો ૧/૨ ટી સ્પુ

સાકર ૧ ટી સ્પુ જો ખટાશ લાગે તો વાપરવી

લીલા ધાણા / કોથમીર ૧ -૨ ટી સ્પુ.

 

વિધી

પનીર ને ખૂબ મસળી હથેળીથી સ્મુધ કરવું , બટેટાબાફેલા કેળા (૪ સીટી ) કરી બાફી મેશ કરી લેવા, બંને મીક્ષ કરી આરારૂટ જરુર મુજબ નાંખી  મીઠું ને કોફતા મસાલો મીક્ષ કરી પીંડો બાંધવો. માવાને સેકી ઠંડો કરી કાજુ કિસમિસ મીક્ષ કરવા. હવે પનીરના લુવા કરી હાથે પુરી જેવું બનાવી સ્ટફીંગ ભરી સીલ કરવું ને ગોળા બનાવવા. ૯ ગોળા બનેલા હતા આટલી સામગ્રીમાં. હવે તેલ મુ્કી તળી લેવા. ઓછા તેલમાં પણ તળી સકાય . બહુ ચમચો કે ઝારો ના ફેરવવો તેલ ગરમ સરખું થયે તેલમાં કોફતા તળવા. પછી વધારાનું તેલ કાઢી લેવું પછી તેમાં હવે એ જ તેલમાં થોડું ઘી મીક્ષ કરી જીરુ, તજ,એલચી, તમાલપત્ર મુ્કી તેમાં આદુ મરચા વાટેલા ને કાંદા મીક્ષીમા બારીક કરી સાંતળવા, ૧-૨ મીનીટ પછી હળદર ધાણાજીરુ લાલ મરચાંનો પાવડર, ગરમ મસાલો નાંખી સહેજ સાંતળી ટમેટાની  પ્યોરી નાંખી હલાવતા રહેવું ખાસું તેલ છૂટવા માંડે ત્યારે વલોવીને દહી નાખવુ ને સતત હલાવતા રહેવુ. ત્યારે પછી મીઠું મલાઇ પણ એડ કરવી ને હલાવતા રહેવું જો ગ્રેવી થોડી બનાવવી હોય તો પાણી ૧/૨ કપ નાખવુ ને ઉકાળવું .આમા આરારૂટ વાળુ તેલ યુસ કરવાથી દહી ફાટસે નહિ ને સ્મુધ ગ્રેવી બનસે. પાણી નાંખ્યા પછી ઉકાળી જાય ત્યારે કોફતા તળેલા મુકવાને સહેજ ૩-૪ મીનીટ ધીમા તાપે થવા દેવું. ગ્રેવી નું પાણી કોફતા પી જાય છે માટે જમવા બેસતી વખતે જ નાંખી કરવું. એક બે કોફતા ઉપર ડેકોરેટ મા બાઉલમા મુકવા. જો કોફતા મુ્કી ગ્રેવી ઉપર ચમચાથી પાથરસો તો પણ સરસ જ લાગશે.હવેલીલા ધાણા ઉપર છાંટવા . તો તૈયાર છે પનીર કોફતા કરી.

(કોફતા મા આરારૂટ ના હોય તો બેસન વાપરી સકાય છે.માવો ના હોય તો ફક્ત કાજુ કીસમિસ પણ સ્ટફીંગ કરી સકાય છે.) પનીર ને બટેટાબાફેલા નો માવો ખૂબ મસળવો ને સ્મુધ કરવો ને જોઈતા પ્રમાણે બેસન નાંખી રોટલીજેવો પીંડો બનસે તો કોફતા તેલમાં નહિ તુંટે. તેલ કાચું હોય તો કોફતા તળતા તૂટી સકે, બેસન/ આરારૂટ જોઈતા પ્રમાણે મીક્ષ કરવા તો કોફતા નહિ તુટી જાય. કોફતા લંબગોળ પણ વાળી સકાય. ગ્રેવીમા દહીને બદલે પલાળેલા કાજુ મગજતરી ને ખસખસ વરિયાળી ની પેસ્ટ બનાવી પણ વાપરી સકો. તેમાં ૮-૧૦ કાજુ ૧ ચમચો મગજતરી ૧ ટી સ્પુ ખસખસ ને ૧/૨ ટી સ્પુ વરિયાળી પાણીમાં ૧ કલાક પલાળી મીક્ષરમા સ્મુધ પેસ્ટ કરવી. આ પેસ્ટ ટમેટાની પ્યોરી પહેલા નાંખી સાંતળવી તો વધારે સારી બનસે.કસુરી મેથી ને સહેજ તવી પર સેકી હલકી ગરમ કરી ને મસળી ને નાંખી સકો. વધારે સ્વાદિષ્ટ બનશે.

  • ફેસબૂક પરથી

Web Title : Recipe for Paneer Kofta Curry must try at home such a simple and delicious dish

505 COMMENTS

  1. … [Trackback]

    […] Info on that Topic: joblessyuva.com/2017/08/23/recipe-for-paneer-kofta-curry-must-try-at-home-such-a-simple-and-delicious-dish/ […]

Comments are closed.