મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 2008થી ટીવી પર આવી રહી છે. આટલા વર્ષો બાદ પણ આ સીરિયલ ચાહકોમાં એટલી જ લોકપ્રિય છે અને ટીઆરપીની રેસમાં આગળ જ હોય છે. આ સીરિયલની એવી ઘણી જ બાબતો છે, જે ચાહકોને ભાગ્યે જ ખબર છે.

આજે આપણે આ સીરિયલમાં સૌથી વધુ વાર બતાવવામાં આવતી ગડા ઈલેક્ટ્રોનિક્સ અંગે વાત કરશે. આ સીરિયલમાં જેઠાલાલ રોજ પોતાની દુકાન ગડા ઈલેક્ટ્રોનિક્સમાં જતા બતાવવામાં આવે છે. ચાહકોના મનમાં એ સવાલ જરૂરથી થતો હશે કે આ દુકાન રિયલમાં છે કે પછી માત્ર સેટ જ છે.



કોની છે દુકાનઃ
સીરિયલમાં બતાવવામાં આવતી દુકાન “ગડા ઈલેક્ટ્રોનિક્સ” ના સાચા માલિક શેખર ગડિયા છે. આ દુકાન મુંબઈના ખારમાં આવેલી છે. એમની સાથેની વાતચીતમાં શેખરે કહ્યુ હતુ કે એકદિવસ તેમના મિત્રે એક આખો દિવસ દુકાનમાં શૂટ કરવાની ઓફર કરી હતી પરંતુ તેમણે આ ઓફર નકારી કાઢી હતી.

તેમના માટે આ બિઝનેસ છે અને તે એક દિવસ દુકાન બંધ રાખી શકી નહીં. તે સમયે તેમને બે વાત ધ્યાનમાં લીધી હતી, પહેલી તેમના ગ્રાહકોને આને કારણે તકલીફ પડવી જોઈએ નહીં અને બીજી તેમની દુકાનની કોઈ પણ વસ્તુ ખરાબ કે બગડવી જોઈએ નહીં. જોકે, પછી તે એક દિવસ માટે તૈયાર થઈ ગયા હતાં અને તેનું મુખ્ય કારણ એ હતું કે તેમના એક નિકટના મિત્ર જે આ વિસ્તારના એક્સ-કોર્પોરેટર પણ હતાં, તેમણે આ દુકાનની તમામ જવાબદારી લેવાની તૈયારી બતાવી હતી.

Credits : DivyaBhaskar



