દુનિયાના સૌથી વધુ ભૂતિયા સ્થળો! ભારતનું આ સ્થળ દુનિયામાં સૌથી વધુ રહસ્યમય છે એ તો આજે ખબર પડી.

20
892

ભૂતોમાં વિશ્વાસ ધરાવો છો ? ના ? તો અહીં આપેલી પાંચ જગ્યાની મુસાફરી કરી આવજો.  ભૂત દેખાય કે ન દેખાય પણ હનુમાન ચાલીસા મોઢે થઇ જશે એટલું પાક્કું ! આવો આજે જઈએ દુનિયાના પાંચ સૌથી ભૂતિયા સ્થળોની મુલાકાતે.

 

1. ભાણગઢ-ભારત:

Bhangadh fort, Rajasthan
Bhangadh fort, Rajasthan

 

ભારતના રાજસ્થાનમાં અલવર જિલ્લામાં આવેલું ભાણગઢ ભારતના સૌથી ભૂતિયા સ્થળોમાં તો પહેલો નંબર ભોગવે જ છે, પણ અમુક નિષ્ણાતો એને દુનિયાની સૌથી વધુ ભૂતિયા જગ્યા પણ લેખાવે છે. તાંત્રિક-રાજકુમારીને અપનાવવાની ઘેલછા-શ્રાપ-આક્રમણ વગેરેના તાણાવાણાથી ભાણગઢ ઘેરાયેલું છે. એવું કહેવાય છે કે તાંત્રિકના શ્રાપને લીધે આ જગ્યા માનવો માટે વર્જ્ય છે. અહીં જે પણ વસવા આવે એને ભયાનક મોત મળે છે, એટલે જ સરકારે ભાણગઢમાં સૂર્યાસ્ત થયા પછી પ્રવેશવાની મનાઈ કરી દીધી છે. હા દિવસે અનેક પ્રવાસીઓ અહીં ફરવા અને કિલ્લો જોવા આવે છે, ક્યારેક એમાંના અમુકને વિચિત્ર અનુભવો પણ થાય છે, છતાં સૂર્યાસ્ત પછી અહીં કોઈ રોકાવાની હિંમત નથી કરતું. અનેક લોકોએ અહીં સંશોધન કર્યું છે, તેમને કશુંક અસામાન્ય બનવાના પુરાવાઓ પણ મળ્યા છે, પણ એ ભૂતના જ છે એ કહેવું કદાચ અયોગ્ય ગણાશે ! છતાં કશુંક તો એવું છે જ, જે આપણી રોજિંદી જીવનશૈલીથી અત્યંત અલગ છે !

અહીંનું મુખ્ય આકર્ષણ ભાણગઢનો કિલ્લો અને તેની અંદર આવેલી ઇમારતો છે !કિલ્લો જોવો હોય, તો ચોમાસાની ઋતુ શ્રેષ્ઠ છે, કારણકે વરસાદને લીધે અહીં મનોરમ્ય લીલોતરી જોવા મળે છે. ગામમાં ઠેકઠેકાણે વડ અને કેવડાનાં વૃક્ષો જોવા મળે છે. અહીંના જોવાલાયક સ્થળોમાં ‘નાચન કી હવેલી’, ‘ગોપીનાથ મંદિર’, ‘સોમેશ્વર મહાદેવનું મંદિર’, ‘જોહરી બજાર’ અને રાજ મહેલ છે. કહેવાય છે કે અહીં આજે પણ રાજાનો દરબાર ભરાય છે, નર્તકીઓની ઘૂંઘરુનો અવાજ સંભળાય છે, જોહરીબજાર બજારમાં અચાનક ચહલ પહલ થવા માંડે છે અને ક્યારેક અહીંના લોકોની મરણચીસ પણ સંભળાય છે. આ સિવાય પણ ઘણું બધું ! રહસ્યમય દુનિયાના અને વસ્તુઓના શોખીનોએ એકવાર તો અહીં જવું જ રહ્યું-અલબત્ત પોતાના ખર્ચે અને ખતરે !!

 

2. હાઇગેટ કબ્રીસ્તાન-બ્રિટન

Highgate Cemetry, North london
Highgate Cemetry, North london

 

  •          ઉત્તરી લંડનમાં આવેલું આ કબ્રસ્તાન ભૂતોની ખોજ કરનારાઓ અને પેરાનોર્મલ એક્ટીવીટીના તજજ્ઞો માટે હોટ ફેવરિટ જગ્યા છે ! વર્ષો જૂનું આ કબ્રસ્તાન અનેક ભૂતાવળો માટે દેશ-વિદેશમાં મશહૂર છે. અહીંનું રહસ્યમય વાતાવરણ, સૂરજના તડકાને અવરોધતાં ઘટ્ટ વૃક્ષો, બેફિકરાઈથી, આડેધડ ઉગી નિકળેલું ઘાસ, ઠંડી હવાઓમાં અજીબ બદબો અને એક વિચિત્ર અહેસાસ આ જગ્યાને વધુ ડરામણું બનાવે છે. અનેક લોકોને અહીં અદ્રશ્ય શક્તિઓએ પરચો આપ્યો છે. એવું કહેવાય છે કે અહીં એક ડોક વગરના માણસનું ભૂત રહે છે, આ ઉપરાંત લોહી ચૂસતી ચુડેલો અને બીજી અનેક મૃત વ્યક્તિઓના ભૂતો પણ અહીં વાસ કરે છે !

સન 1889માં બનેલું અને 37 એકરમાં ફેલાયેલું આ કબ્રસ્તાન ઇંગ્લેન્ડના અનેક મહાનુભાવોના મૃતદેહોનો આખરી ઘર છે ! આજે તો અહીં આવવામાં લાશ કરતાં વધુ સંખ્યા જીવતા લોકોની છે, કારણકે આ જગ્યા ઐતિહાસિક હોવાને લીધે અહીં અનેક પ્રવાસીઓ આવે છે-તગડી ફી આપીને ! ખાસ તો એવા લોકો જેમને ‘કંઈક તૂફાની’ કરવાનો શોખ હોય ! અનેક કિવદંતીઓને લીધે આ જગ્યા અવારનવાર સમાચારોમાં ચમકતી રહે છે. ક્યારેક લંડન જાઓ, તો એકવાર અહીં જવા જેવું છે !!

 

3. ચાંગી હોસ્પિટલ: સિંગાપોર

Changi hospital, singapore

 

ચાંગી હોસ્પિટલનું નિર્માણ સન 1930માં કરવામાં આવ્યું હતું. સિંગાપોરના ચાંગી ગામની નજીક હોવાને લીધે એ હોસ્પિટલ પણ ગામના નામે જ ઓળખાવા લાગી. બીજા વિશ્વયુદ્ધ સુધી તો બધું સામાન્ય હતું, પણ જાપાને જયારે સિંગાપોર પર કબ્જો કરી લીધો ત્યારથી આ હોસ્પિટલના ‘અચ્છે દિન’ પૂરા થઇ ગયા. વાત એમ બની કે યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોને અહીં લાવવામાં આવતાં. સંખ્યા હજારોમાં હતી. ઘાયલોની સરખામણીએ અહીં સુવિધાઓ અને સ્ટાફ અપૂરતો હતો. તેથી અનેક લોકો પર્યાપ્ત સારવાર ન મળવાને લીધે મરવા લાગ્યા. ઝડપથી થઇ રહેલા મૃત્યુને લીધે અહીં એક અજાણી બીમારી ફેલાવા માંડી. અનેક સૈનિકો તથા અમુક ડોક્ટરો અને નર્સોને પણ આ બીમારીનો ચેપ લાગુ પડ્યો. પછી શું હતું, દરરોજ સેંકડોની સંખ્યામાં થતી મોતોએ ભૂતાવળને જન્મ આપ્યો, જે આજ સુધી અનુભવાય છે. અહીં લોકોને એકલાં જવાની પરવાનગી નથી, ખાસ કરીને બીજા માળ પર ! બીજા માળે અનેક લોકોએ એક નર્સનું તથા એક વૃદ્ધનુ ભૂત જોયું છે. ક્યારેક કોઈને ચોકીદારનું ભૂત પણ દેખાઈ જાય છે. બીજા માળેથી ત્રણ જણાંએ કોઈ દેખીતા કારણ વગર પડતું મેલ્યુ છે, પૂછવા પર તેમણે જણાવ્યું કે કોઈ અદ્રશ્ય શક્તિ જાણે તેમને ધક્કો આપી રહી હતી !

અનેક કિસ્સાઓ આ હોસ્પિટલ સાથે જોડાયેલા છે, તેથી સ્થાનિક લોકો પણ અહીં આવતાં પહેલાં સો વાર વિચાર કરે છે. અહીં ચારે તરફ પરલૌકિક શક્તિઓનો વાસ છે. મુલાકાતે આવનાર લોકો તેને મહેસૂસ કરી શકે છે, તો કોઈ કોઈ સાથે અનેક પ્રકારની દુર્ઘટના પણ ઘટી છે. ક્યારેક ‘તૂફાની’ કરવાનું મન થાય, તો ત્યાં જજો જરૂર, પણ એકલા નહીં !!

 

4. સ્ક્રીમીંગ ટનલ, નાયગ્રા ફોલ્સ, કેનેડા

Screaming tunnel, canada
Screaming tunnel, canada

 

ક્યારેય કોઈ નિર્જીવ વસ્તુને ચીખતી જોઈ છે ? મજાક નથી, ખરેખર પૂછું છું, જોઈ છે ? ના ? તો તો તમારે નાયગ્રા ધોધ પાસે આવેલી સ્ક્રીમીંગ ટનલ વિષે જાણવું જ રહ્યું ! અંધારી, એકલવાયી રાતોમાં આ ટનલ રીતસરની ચીસોથી ગાજી ઉઠે છે, ક્યારેક તો ચીસો એટલી મોટી હોય છે કે આસપાસ રહેતાં લોકો ભરનિદ્રામાંથી જાગી ઉઠે છે અને પછી આખી રાત ડર-કંપારીમાં વિતાવે છે !

સન 1900માં આ ટનલનું બાંધકામ થયું. થોડો સમય તો બધું ઠીકઠાક જ હતું, પણ અચાનક એક દિવસ ટનલની પાસેના એક ઘરમાં આગ લાગી ગઈ. એ વખતે એ ઘરમાં યુવાન વયની એક છોકરી રહેતી હતી. તેણે ઘરની બહાર નીકળવાની કોશિશો કરી પણ આગ ઘણી વધી ગઈ હોવાથી તેના કપડાં દાઝવા માંડ્યા. એ છોકરી ટનલ તરફ ભાગી, એ આશાએ કે કદાચ તેવામાં પાણી હોય તો તે બચી શકે. કશું પણ વિચાર્યા વિના તેણે ટનલમાં પ્રવેશ કર્યો, પણ અફસોસ ! ત્યાં પાણીનું ટીપુંય ન હતું. એ છોકરીની ચીસો સાંભળીને આજુબાજુ રહેતા લોકો ભેગા થઇ ગયા, પણ તેમણે તેને બચાવવાની કોશિશો ન કરી. આખરે દર્દનાક ચીસો પાડી પાડીને એ બિચારી યુવાન છોકરીએ શરીર છોડી દીધું. એ દિવસ પછીથી અનેકવાર એ ટનલમાંથી ભયાનક ચીસો સંભળાય છે.

અલબત્ત અમુક લોકો પ્રમાણે ત્યાં બે છોકરીઓના ભૂત થાય છે. આગવાળી દુર્ઘટના ઘટયાના અમુક સમય પછી એક રાતે અહીં કેટલાંક નરપિશાચોએ એક યુવતી પર સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. આટલેથી ન અટકતાં તેમણે હેવાનીયાતની બધી હદો વટાવી દીધી અને એ યુવતી પર તેલ છાંટીને તેને જીવતી જ સળગાવી દીધી. મોત પછી પણ એ યુવતી પોતાના કાંતિલોનો બદલો લેવા ટનલમાં ભટકી રહી છે !

અહીંથી પસાર થતાં અનેક લોકોને વિચિત્ર અનુભવો થયા છે. છળાવી મારે એવી ચીસો તો અવારનવાર સંભળાય છે. ક્યારેક ટનલમાં સાફસફાઈ કરવા નીકળેલાં મજૂરોને પણ લટકતી હાલતમાં એક યુવતીનું ભૂત દેખાયું છે. કહેવાય છે કે તેમને રોશનીથી સખત નફરત છે, તેથી કોઈ તેમની ‘નિદ્રા’માં ખલેલ પાડે તો તેઓ તેને નુકસાન પહોંચાડે છે !!

 

5. મોન્ટે ક્રિસ્ટો મેન્શન- ઓસ્ટ્રેલિયા

Monte Cristo, Australia
Monte Cristo, Australia

 

પાંચમા નંબર પર કંગારુઓના દેશની ભૂતાવળ છે. નામ છે મોન્ટે ક્રિસ્ટો મેન્શન ! આ જગ્યા ઓસ્ટ્રેલિયાની સૌથી ભૂતિયા જગ્યાઓમાંની એક છે. અહીં રહેતા લોકોને વારંવાર ઘરના અસલી માલિકોના ભૂત દેખાયાનું તેમણે જણાવ્યું છે. ઘરની ચીજવસ્તુઓ આડી અવળી થઇ જવી, બાલ્કનીમાં કોઈના પગરવ સંભળાવા, પગથિયાં પર અને અન્ય જગ્યાએ અચાનકથી કોઈ પડછાયાનું ટપકી પડવું, વગેરે બાબતો સામાન્ય તો ન જ કહી શકાય. અહીંના મૂળ માલિક ક્રિસ્ટોફર ક્રોલી અને એલિઝાબેથ ક્રોલી હતાં. તેમણે આ ભવ્ય મકાન 1886માં બંધાવ્યું હતું.

એવું કહેવાય છે કે અહીં એક નોકરાણી કે જે ગર્ભવતી હતી, તેણે બાલ્કની પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. એક છોકરાની આગમાં બળીને મોત થઇ ગઈ હતી અને એક નાનકડી બાળકી કે જેણે પગથિયાં પરથી પટકાઈને જાન ગુમાવી હતી. એ દિવસથી આ ઘરની ગણના મનહૂસ તરીકે થવા લાગી. ક્રિસ્ટોફર અને એલિઝાબેઠના ભૂતો પણ તેમની મોત થયા પછી અહીં દેખા દે છે. અત્યારે તો આ મકાનનું સંચાલન રયાન કુટુંબ કરી રહ્યું છે. જે અહીં ‘ઘોસ્ટ ટૂર’ ચલાવે છે. ઘરમાં વિવિધ પરલૌકિક તાકતોની હાજરી વિષે તેમણે કબૂલ્યું છે, ઉપરાંત સબૂત માટે તેમણે ફોટા પણ પાડ્યા છે. જે ખરેખર વિચારતાં કરી મૂકે એવા છે. દર વર્ષે અનેક લોકો અહીં આવીને આ ભૂતાવળની મુલાકાત લે છે, ક્યારેક કોઈક અવિશ્વસનીય ચીજોનો અનુભવ પણ કરે છે !!

 

મિત્રો આ હતાં દુનિયાના પાંચ ભૂતિયા સ્થળો ! આવી જ રસપ્રદ માહિતી માટે અમારું પેજ લાઈક કરવાનું ન ચૂકતા !

Web Title: Know about World’s five most haunted places. Really Thrilling Article

 

 

 

 

 

20 COMMENTS

  1. … [Trackback]

    […] Find More Info here on that Topic: joblessyuva.com/2017/09/19/know-about-the-most-haunted-places-of-world/ […]

  2. … [Trackback]

    […] Info to that Topic: joblessyuva.com/2017/09/19/know-about-the-most-haunted-places-of-world/ […]

  3. … [Trackback]

    […] Find More to that Topic: joblessyuva.com/2017/09/19/know-about-the-most-haunted-places-of-world/ […]

Comments are closed.