જયારે અફઘાન સરકારે પોતાની અડધી એરફોર્સ અમિતાભ બચ્ચનની સુરક્ષામાં લગાવી !

21
361

જયારે અફઘાનિસ્તાની સરકારે અમિતાભ બચ્ચનની સુરક્ષા માટે પોતાની અડધી વાયુસેના તૈનાત કરી દીધી…..

સમય હતો 1992નો. અફઘાનિસ્તાની જમીન પર એક ભારતીય ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. એક પછી એક સીન લેવાઈ રહ્યા હતાં. અદાકારોના એક્શન પર સૂચનો અને વધામણીઓ અપાઈ રહી હતી… છતાં એ સેટ બાકી ફીલ્મોના સેટથી એકદમ અલગ હતો, ખાસ હતો. કારણકે ફિલ્મના મુખ્ય અદાકારની સુરક્ષા માટે અફઘાની સરકારે પોતાની અડધોઅડધ એરફોર્સ તૈનાત કરી દીધી હતી… સેટની બહાર રણગાડીઓ અને સશસ્ત્ર સૈનિકો પહેરો આપી રહ્યા હતાં… એ અદાકાર એટલે બીજું કોઈ નહીં, પણ આપણાં સૌના માનીતા એવા મહાનાયક અમિતાભ બચ્ચન હતાં.. અફઘાની ધરતી પર તેઓ આવનારી ફિલ્મ ‘ખુદા ગવાહ’ના અમુક સીનનું શૂટિંગ કરવા આવ્યા હતા.

એ વખતે અફઘાનિસ્તાનના પ્રમુખ નજીબુલ્લા અહેમદાઝી હતાં, જેઓ અમિતાભ બચ્ચનના ખૂબ મોટા ચાહક હતાં. અમિતાભ બચ્ચન તેમના દેશમાં શૂટિંગ કરવા આવવાના છે એ વાતની તેમને ખબર પડી, ત્યારે તો તેમની ખુશીનો પાર ન રહ્યો. તેમણે પોતાના ફૌજી અફસરોને કડક સૂચના આપી દીધી, કે ‘બિગ-બી’ની સુરક્ષામાં કોઈ પણ કચાશ ન રહેવી જોઈએ ! બસ પછી શું હતું, રિશ્તેમેં તો સબકે બાપ લાગતાં બચ્ચનની સુરક્ષા પણ એવી જ કરવામાં આવી… આ કિસ્સા વિશે અમિતજીએ 2010માં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું, કે…
” અમે જયારે ખુદા ગવાહની સ્ક્રિપ્ટ વિશે ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે મેં તેમને સૂચવ્યું કે  શૂટિંગ માટે આપણે અફઘાનિસ્તાન જવું જોઈએ. અમે મઝાર એ શરીફ ગયા હતાં…”

 

Khuda Gawah Movie

” ત્યાંના પ્રમુખે અમને બેજોડ સુરક્ષા આપી. અમે શૂટિંગ કરી રહ્યા હતાં ત્યારે આકાશમાં લડાકુ વિમાનો ઉડી રહ્યા હતા, સેટની આસપાસ રણગાડીઓ તૈનાત હતી, અમને એવું લાગતું હતું, જાણે અમે કોઈ યુદ્ધક્ષેત્રમાં હોઈએ !”

એક ભારતીય અભિનેતાને વિદેશી ધરતી પર આટલું સમ્માન મળે એ આપણાં માટે ગર્વની વાત કહેવાય !

છે ને મજાનો કિસ્સો…તો શેયર કરો તમારા મિત્રો સાથે,જેથી તેઓ પણ આ અદભુત વાત વિશે જાણી શકે !

લાઈક કરો અમારું પેજ.

21 COMMENTS

  1. … [Trackback]

    […] There you can find 52056 additional Info on that Topic: joblessyuva.com/2017/10/13/when-afghani-airforce-provided-its-half-of-strength-to-protect-amitabh-bachchan/ […]

  2. … [Trackback]

    […] Read More here on that Topic: joblessyuva.com/2017/10/13/when-afghani-airforce-provided-its-half-of-strength-to-protect-amitabh-bachchan/ […]

  3. … [Trackback]

    […] Find More here on that Topic: joblessyuva.com/2017/10/13/when-afghani-airforce-provided-its-half-of-strength-to-protect-amitabh-bachchan/ […]

  4. … [Trackback]

    […] Read More on to that Topic: joblessyuva.com/2017/10/13/when-afghani-airforce-provided-its-half-of-strength-to-protect-amitabh-bachchan/ […]

Comments are closed.