May 2018 માં આવી રહેલી આ 5 બોલિવુડ ફિલ્મો જરૂર જોવી જોઈએ

15
412

ઘણા સમય થી એવું લાગે છે જાણે બોલિવુડ માં કોઈ સારી એવી ફિલ્મ જ નથી રિલીઝ થયી. કોઈ એવી ફિલ્મ જ નથી જોવા મળી જે પ્રેક્ષક ના દિલો-દિમાગ ને લાંબા સમય સુધી પ્રભાવિત કરી શકી હોય. પણ હવે મે મહિના માં આવી રહેલી ફિલ્મો ને જોઈએ ને લાગે છે કે બોરિંગ ફિલ્મો થી કંટાળેલા અને મુવી લવર્સ માટે બહુ જ સારી આવી ઇન્ટરેસ્ટિંગ અને ઇમ્પ્રેસિવે ફિલ્મો આવી રહી છે.

આલિયા ભટ્ટ ના ડેરિંગ અને બોલ્ડ રૂપ થી માંડી ને અમિતાબ બચ્ચન અને ઋષિ કપૂર ની જુગલબંદી સહીત મેં મહિના ની બધી જ ફિલ્મો રોમાંચક અને આકર્ષક સ્ટોરી સાથે ફિલ્મ લોવર્સ ને મંત્રમુગ્ધ કરી દેશે.

આ મહિના માં જ વિવિદ શૈલી ની અનેક ફિલ્મો જોવા મળશે – કૉમેડી, થ્રિલર અને બાયોગ્રાફી જેવી અનેક શૈલી ની ફિલ્મો બધા પ્રકાર ના ફિલ્મ ચાહકો માટે કંઈક ને સારું કોનૅન્ટ મળી જ રહેશે. તમારા મનોરંજન ની મનગમતી શૈલી પ્રમાણે તમે આ નીચે આપેલા લિસ્ટ માંથી કોઈ પણ મુવી જોઈ શકો છો, તમારું આ કામ નીચે આપેલા મુવી લિસ્ટ થી અમે સરળ કરી આપીયે છીએ. એમાં હવે થેંક્યુ ના કેહતા મિત્રો! 🙂

‘102 Not Out’ (4 May 2018)

70 ના દાયકા માં આપણે બહુ જ આશ્ચર્યકારક બૉલીવુડ ફિલ્મો જેવી કે “અમર અકબર એન્થની”, “નસીબ” અને “ફૂલી” જોવા મળી હતી. આ બધી કલાસિક ફિલ્મો ડિરેક્ટર મનમોહન દેસાઈ ની દેન હતી, પણ ફરી એક વાર એમણે આપણ ને અમિતાબ બચ્ચન અને રિશી કપૂર ની જુગલબંદી વાળી ફિલ્મ આપી છે, એ પણ 27 વર્ષ ના મોટા અંતર પછી.

‘102 Not Out’ ની કહાની 102 વર્ષ ના પિતા દત્તાત્રય વખારિયા (બચ્ચન) અને એમનો પુત્ર બાબુલાલ (કપૂર) પર આધારિત છે.આમ તો આપણે પિતા અને પુત્ર ની કહાનીઓ તો ઘણી જોઈ છે, પણ આ ફિલ્મ સૌમ્ય જોશી ના કોમેડી એવા એક ગુજરાતી નાટક પર આધારિત કહાની છે. બંને મહાનાયકો ને એક સાથે આ ફિલ્મ માં જોવું એક મજેદાર અનુભવ રહેશે.

‘Omerta’ (4 May 2018)

છેલ્લા અમુક વર્ષો માં એક વસ્તુ આપણ ને એ જાણવા મળી છે કે રાજકુમાર રાવ ની ફિલ્મ કોઈ હિસાબે જોવાનું ના ચૂકાય. ગયા વર્ષે આપણે આ ટેલેન્ટેડ એક્ટર ની સોલિડ ફિલ્મો જેવી કે ‘Trapped’, ‘Bareilly Ki Barfi’ અને ‘Newton’ જોઈ અને આ વર્ષે હવે હંસલ મેહતા ની આ બીઓગ્રાફિકલ દ્રામાં “Omerta” આવી રહી છે, જે એક આતંકવાદી “સઇદ શેખ” ના જીવન પર આધારિત છે.

રાવ એ આ ફિલ્મ માં એક માસ્ટરમાઈન્ડ ક્રિમીનલ નો રોલ કર્યો છે જે બહુ જ બેશરમ અને ખૂંખાર છે. આ ફિલ્મ અહમદ ઓમર સઇદ શેખ ના જીવન પર આધારિત છે, જે એક બ્રિટન માં જન્મેલ પાકિસ્તાની આતંકવાદી નો વંશજ છે. જેને 1999 માં હાઇજેક થયેલા ઇન્ડિયન એરલાઇન ના મુસાફરો ના બદલે છોડી દેવા માં આવેલો હતો.

‘Raazi’ (11 May 2018)

B-town એક્ટરો માં જો કોઈએ આપણ ને તેની એકટિંગ અને ટેલેન્ટ ના બહુ બધા પહેલુઓ બતાવ્યા હોય તો એ નામ એક માત્ર આલિયા ભટ્ટ છે. મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશિત, ‘Raazi’ ફિલ્મ જાસૂસી પર આધારિત એક થ્રિલર ફિલ્મો માં ની એક ફિલ્મ છે, જે આપણા મસ્ટ વોચ લિસ્ટ માં હોવી જ જોઈએ. હરીન્દર સિક્કા દ્વારા લખાયેલી ‘Calling Sehmat’ નામ ની નવલકથા પર આધારિત આ ફિલ્મ, એક કાશ્મીરી છોકરી ના સાચા જીવન પર આધારિત ફિલ્મ છે. જેમાં આ કાશ્મીરી છોકરી (આલિયા) ઈન્ડો-પાક યુદ્ધ ને પગલે ગુપ્તચર માહિતીઓ ની આપ-લે માટે એક પાકિસ્તાની ઓફિસર (વિકી કૌશલ) સાથે લગ્ન કરે છે. તેની સાથે લગ્ન કરી ને તે ઘણી એવી ગુપ્તચર બાતમીઓ ભેગી કરી લે છે અને પછી તે આ બધી માહિતી ઇન્ડિયન ફૉર્સસ ને આપે છે. ફિલ્મ ની આટલી જ કહાની આપણ ને આગળ આખી ફિલ્મ જોવા મજબુર કરી દે છે.

‘Bhavesh Joshi Superhero’ (25 May 2018)

હંમેશા થી અપરંપરાગત રીતે ફિલ્મો બનાવવા માટે પ્રસિદ્ધ એવા વિક્રમાદિત્ય મોટવાને, આપણ ને ઘણી એવી સુપર ડુપર હિટ ફિલ્મો જેવી કે ‘Queen’, ‘Trapped’, ‘Masaan’, ‘NH10’, ‘Mukkabaaz’ અને ઘણી બધી ફિલ્મો આપી છે. હવે એમણે જાગૃકતા રૂપ એક દ્રામાં ફિલ્મ બનાવવાની કોશિશ કરી છે

‘Bhavesh Joshi Superhero’ ફિલ્મ માં હર્ષવર્ધન કપૂર એક દેશી ડેરડેવિલ તરીકે ઉભરી આવે છે. પેહલી ઝલક માં તો આ ફિલ્મ આપણ ને Netflix ની બ્લોકબસ્ટર ‘Daredevil’ ની યાદ અપાવે છે. એક્સન થી ભરપૂર ફાઈટ ના દ્રશ્યો, હીરો ના માસ્ક માં ચમકદાર લાઈટ, બાઈક માં ટુર્બોજેટ બૂસ્ટર આ બધું એક સુપરહીરો ની ફિલ્મ લવર્સ માટે બહુ જ લોભામણું છે.

‘Parmanu: The Story of Pokhran’ (25 May 2018)

પોખરણ – 1998 માં પરમાણુ હથિયાર ના બીજા પરીક્ષણ પર આધારિત આ જ્હોન અબ્રાહમ ની ફિલ્મ ની રિલીઝ ની તારીખ આવી ગયી છે. અભિષેક શર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ભારતે મેળવેલ પરમાણુ શક્તિ ના હોદા માટે ની યાત્રા પર આધારિત સત્ય કહાની છે. જેમાં જ્હોન અબ્રાહમ એક ઇન્ડિયન આર્મી ઓફિસર ની ભૂમિકા ભજવી છે. અને આ ફિલ્મ માં કેમ ઇન્ડિયન આર્મી, વૈજ્ઞાનિકો અને ઇન્જિનીયરઓ એ આ મિશન પૂરું કરવામાં મદદ કરી છે એ બતાવવામાં આવ્યું છે.

 

15 COMMENTS

  1. … [Trackback]

    […] Here you will find 80251 more Information on that Topic: joblessyuva.com/2018/05/06/5-bollywood-movies-must-watch-in-may-2018/ […]

  2. … [Trackback]

    […] Here you will find 64607 more Info to that Topic: joblessyuva.com/2018/05/06/5-bollywood-movies-must-watch-in-may-2018/ […]

Comments are closed.