ધનતેરસના દિવસે ધન લાભ મેળવવા માટે કઈ કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ ? જાણો અહીં !

501
264
Goddess Lakshmi

આજે જાણો, ધનતેરસના દિવસે ધન લાભ મેળવવા માટે કઈ કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ ?

ધનતેરસ, દિવાળીના બે દિવસ પહેલાં આવે છે. એવું કહેવાય છે, કે આ દિવસે જો કોઈ કિંમતી વસ્તુ ખરીદવામાં આવે અને સાચા મનથી લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે, તો ધનલાભ થાય છે.

ચાલો જાણીએ કે આજે શું શું ખરીદવાથી તમે આખું વર્ષ ફાયદામાં રહેશો….

૧. ચાંદીની વસ્તુઓ અને વાસણો:

ચાંદીના દાગીના ખરીદવાથી ધનલાભ થાય છે. ઉપરાંત આજના દિવસે પિત્તળના વાસણો ખરીદી તેમને પૂર્વ દિશામાં રાખવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.

૨. ઝાડુ/ સાવરણી:

વાંચીને ચોંકી ન જતાં, આજના દિવસે ઝાડુ ખરીદવામાં આવે, તો એનો મતલબ એમ થાય કે તમે પોતાના ઘરમાંથી ગરીબીને વાળીને કચરાની બહાર ફેંકી દો છો.

3. ઇલેક્ટ્રોનિક વસ્તુઓ:

     આજના દિવસે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જેમકે, રેફ્રિજરેટર, મોબાઈલ ફોન વગેરે ખરીદી તેમને ઉત્તર-પશ્ચિમ દિશામાં મૂકી દો, પછી જુઓ શું થાય છે.

૪. ખાતાવાહી અને હિસાબ માટેના ચોપડાઓ:

આ નુસખો ખાસ વેપારીઓ માટે છે. તેમણે આજના દિવસે હિસાબ રકખવા માટેના ચોપડાઓ ખરીદીને પોતાના કાર્યસ્થળે પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ, જેથી વેપારમાં બરકત થશે. અન્ય લોકો, જે કામ તમે કરતા હોવ એના સંબંધિત કોઈ વસ્તુ આજે ખરીદો, જેનાથી શુભ ફળ મળશે !

૫. ૧૧ ગોમતી ચક્રને પીળા કપડામાં વીંટી અને તમારા લોકર/તિજોરીમાં મૂકો, તેથી ધનની આવક ઝડપથી થશે.

૬. સોનાનો સિક્કો:

ધનતેરસના દિવસે સોનાનો સિક્કો, કે જેમાં લક્ષ્મીજી અને ગણેશજીનો ફોટો હોય, એ ખરીદીને તિજોરીમાં રાખવાથી ધનલાભ થાય છે, અને આ દેવતાઓની કૃપા તમારા પર બની રહે છે. જો એમ ન થઇ શકે, તો લક્ષ્મીજી અને ગણપતિ દાદાનો ફોટો ઘરે લઇ એવો અને ‘શ્રી સુક્ત’ના જાપ કરો.

૭. સ્વસ્તિકનો ચિહ્ન:

હિન્દૂ ધર્મમાં સ્વસ્તિકને ખૂબ જ પવિત્ર અને શુકનિયાળ માનવામાં આવે છે. એક સ્વસ્તિકનો ચિહ્ન ઘરની બહાર લાટકાવો, અને પછી તમે જોશો કે તમને ધનની બાબતે તકલીફ નહીં રહે.

– Jobless yuva

which things we should buy on dhanteras ? Know here !

 

501 COMMENTS

Comments are closed.