બે નાના ભાઈઓ દ્વારા બનાવેલ આ મશીને તેમને ઘણા નેશનલ એવોર્ડ્સ જિતાવ્યા છે

6
262

બસ સ્ટેશન પર એક સફાઈવાળા ને રસ્તા પર નો કચરો હાથો વડે ઉપાડતા જોઈને દૂખી થયેલા રાજસ્થાનના એક નાના શહેરના બે યુવાન ભાઈઓએ આ સમસ્યા નો એક નવો જ ઉકેલ શોધ્યો છે. રાજસ્થાનના સિરોહિમાં સેન્ટ પૌલ સીનીઅર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ દીપ્તાંશુ અને મુકુલ માલવિયાએ કોથળીઓ, પડીકાઓ અને પ્લાસ્ટિક ના વેસ્ટ કચરા માટે એક એવું રેપર પીકર મશીન બનાવ્યું છે. જે સ્વચ્છતા કામદારો, મ્યુનિસિપાલિટી કોર્પોરેશનો, હાઉસિંગ કોલોનીઝ, સ્કૂલો, કચેરીઓ અને અન્ય જાહેર અને ખાનગી જગ્યાઓ માટે મોટી સંભાવના ધરાવતો રેપર પીકર મશીન બની શકે છે.

આપણા બધા માટે કચરો કરવો તો બહુ જ સેહલું છે, પણ નીચે નમીને તેને ઉપાડી ને તેનો નિકાલ કરવો એટલો જ અઘરું અને શરમજનક છે. આવું જ કંઈક બે ભાઈઓ ને ખ્યાલ આવ્યું જયારે તેઓ બસ સ્ટેશન પર ઉભા રહી ને બસ ની રાહ જોઈ રહ્યા હતા.

એમણે જોયું કે એક મોટી ઉમર ના કામવાળા કાકા પ્લાસ્ટિક ના વેફર ના પડીકાઓ, પાઉચ, કાગળિયાઓ અને ઘણું બધું કચરો હાથે સાફ કરી રહ્યા હતા. તે ક્ષણે જ એક એવું આઈડિયા આવ્યું કે કેમ ન આપણે એક રેપર અને અન્ય કચરો ઉપાડવાનું એવું મશીન બનાવીયે જે બધા લોકો ને કામ આવે અને પુરા દેશ માં સ્વચ્છતા અને સફાઈ પણ જળવાઈ રહે.

સ્કૂલ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવેલું, મશીન ટૂંક સમયમાં જ એક વાસ્તવિકતા બની ગયું હતું. આ મશીન મોટર દ્વારા ચલાવવામાં આવે છે, મશીન નું ઉપયોગ અને સંચાલન કરવું ખુબ જ સરળ છે. મશીન ના નીચે ના ભાગ માં બે ગોળ ફરતા બ્રશ મુકવા માં આવ્યા છે જેના દ્વારા કચરો જમીન પર થી ઉપાડી ને અંદર રહેલા બિન માં નાખવામાં આવે છે. “બ્રશ જમીન થી થોડા અધ્ધર મુકવામાં આવ્યા છે જેનાથી જમીન પર ની ધૂળ અને માટી ના ઉડે અને વધારે કચરો થાય. આ મશીન પેપર ના ટુકડા, પ્લાસ્ટિક ની કોથળીઓ, પાઉચ, ડિસપોસિબલ કચરો ઉપાડવા માટે બહુ જ ઉપયોગી છે.” એવું મુકુલ એ ધ ટ્રિબ્યુન ને કીધું હતું.

મુકુલ હમણાં એન્જિનિયરીંગ ડિગ્રીનો અભ્યાસ કરે છે, જ્યારે દીપ્તાંશુને મોટો થઇ ને ઇસરોની સેવા કરવાની ઈચ્છા છે. ધ નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન એ, બંને ભાઈઓ ના મશીન ના આઈડિયા માં છૂપેલી મોટી સંભાવનાઓ ને સ્વીકારીને તેની બહેતર ડિઝાઇન સાથે મોડેલને સુધારવામાં મદદ કરી છે. દીપ્તાંશુ અને મુકુલની નવીનતાએ તેમને માત્ર પ્રતિષ્ઠિત IGNITE એવોર્ડ જ નથી જીતાવયું, પણ તેઓ 2015 માં રાષ્ટ્રપતિ ભવન ના ઇનોવેશન સ્કૉલર કાર્યક્રમ માટે પણ પસંદ કરવામાં આવ્યા હતા.

તેઓ 2017 માં નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન તરફથી રાષ્ટ્રીય પુરસ્કાર પણ જીત્યા હતા. વિજ્ઞાન અને તકનીક વિભાગના સ્વાયત્ત સંસ્થા અને ભારત સરકાર પણ તેમને શિક્ષણ માં અને ઇન્નોવેશન માટે જરૂરી સંસ્થાકીય સહાય પૂરી પાડી રહી છે.

છે ને ખરેખર પ્રસંસનીય કામ? મિત્રો જો તમને આ વાત ગમી હોય તો તમારા મિત્રો, સગા-વહાલાઓ અને સ્નેહાધીન લોકો સુધી જરૂર પોહ્ચાડસો.

તમારી પાસે પણ આવી રસપ્રદ સ્ટોરી છે? તો આજે જ અમો ને મોકલો તમારી સ્ટોરી hello@joblessyuva.com પર. અમે જરૂર તમોને ટેગ કરીશુ અને ક્રેડિટ્સ પણ આપીશુ

આવી જ અવનવી અને રાષ્પ્રદ વાતો માટે લાઈક કરો અમારો પેજ

Images : National Innovation Foundation

Credits : YourStory

6 COMMENTS

Comments are closed.