ભારતીય સંસ્કૃતિમાં ભૂખ્યાને ભોજન આપવાનો અનેરો મહિમા છે. તેને સાર્થક કરતા આણંદના જલારામ જનકલ્યાણ સેવા ટ્સ્ટ દ્વારા છેલ્લા છ વર્ષથી 400 જરૂરિયાતમંદ અને વૃદ્ધોને ઘરે બેઠા માત્ર બે રૂપિયામાં ટોકન ચાર્જ લઇ જમવાવનું પહોચાડવાનું કામ કરે છે. આણંદના જલારામ જનકલ્યાણ સેવા ટ્રસ્ટમાં દાન અને ભોજન માટે જરૂરી વસ્તુઓનું એડવાન્સ બુકિંગ છે. મુસ્લિમ બિરાદર દ્વારા છેલ્લા છ વર્ષથી વિનામૂલ્યે શાકભાજીનો પુરવઠો રસોડા સુધી પહોંચાડવામાં આવે છે.
બે રૂપિયાએ માત્ર ટોકન ચાર્જ છે. પરંતુ અહીંના એક ટાઇમના ટીફીનમાં બે ટાઇમનું પૂરતુ ભોજન કવોલિટી વાળુ આપવામાં આવે છે. વૃદ્ધોને ધ્યાનમાં રાખીને 365 દિવસ અલગ-અલગ મેનુ રાખવામાં આવ્યું છે. ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ (લેમન કિંગ)એ જણાવ્યું હતું કે, અમે સૌ પ્રથમ સર્વે શરૂ કર્યો હતો. જેમાં 50 વ્યક્તિઓ જરૂરિયાતમંદ અને અશક્ત વૃદ્ધ હોવાનું જાણવા મળ્યું હતું. તેના આધારે 51 ટીફીનથી શરૂઆત કરી હતી.
ત્રણ રીક્ષા ભાડે રાખી આપે છે ક્વોલિટી ફૂડ
તેમના સ્વજનની સો ફૂટના રોડ પર કામચલાઉના ધોરણે જગ્યા મળી હતી. ત્યાં બે રીક્ષાવાળાઓને પગાર પર બાંધીને ઘરે ટીફીન આપવાનું કામ શરૂ કર્યુ હતુ઼. ત્યારબાદ આ કામને વેગ મળ્યો હતો. અને કન્યાશાળા સ્કૂલમાં કાયમી ધોરણે રસોડુ શરૂ કર્યુ હતું. હાલ 8 જણાનો સ્ટાફ રસોડુ ચલાવે છે. અને 3 રીક્ષા ભાડે રાખી છે. કવોલિટીવાળુ ભોજન અપાય છે.
પ્રમુખે જણાવ્યું હતું કે, કોઇ પાસે દાન માંગતા ન હતા. પહેલા કહેતા કે આ ટીફીન સેવાની પ્રવૃતિ જોવા માટે આવો તેવો જોતા એનઆરઆઇ દાતા વસ્તુઓનું દાન આપતા હતા. જેમાં મરી-મસાલા, ઘઉં, ચોખા, લોટ સહિત વિવિધ ચીજવસ્તુઓ આપીને જતાં હતાં. ત્યારબાદ અમુક એનઆરઆઇઓએ રોકડ રકમ આપવાની શરૂઆત કરી હતી. અમારો આજે પણ નિયમ છે જેને ઇચ્છા હોય તે પહેલા અમારી પ્રવૃતિ જોવે સ્વેચ્છાએ જે આપે તે લેવાનું.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.
Source : PatelSamaj
Comments are closed.