જૈનધર્મ વિશેની આ બાબતો તો તમે નહીં જ જાણતા હોવ ! દરેકે જીવનમાં ઉતારવા જેવી વાત !!

31
2488
Temple

ઓગષ્ટ 25 અને ઓગષ્ટ 26, આ બંને દિવસોએ ક્રમાનુસાર જૈન લોકોએ પોતાનું સૌથી પવિત્ર પર્વ સંવત્સરી ઉજવ્યું અને આખા વર્ષ દરમિયાન મન, વચન અને કર્મથી કરેલી ભૂલો પ્રત્યે સૌની માફી માંગી.

 

જૈન શબ્દ સાંભળતાં જ આપણાં મનમાં એક ચિત્ર ઉપસવા માંડે, જેમકે જૈન એટલે એક નંબરના વેપારી, જેટલી શ્રદ્ધાથી સવારે નાહી-ધોઈને પૂજા કરવા જાય, એનાથી બમણી શ્રદ્ધાથી તો વેપાર કરે. એકદમ ચુસ્તતાથી ધર્મ પાળે, પરંતુ મોજશોખ કરવામાંય જરા પણ પાછીપાની ન કરે ! ગાંઠિયા-ફાફડા વગર ન ચાલે, પણ જયારે તપશ્ચર્યા (ઉપવાસ વગેરે..) કરવાની વાત આવે ત્યારે અત્યંત ઉત્સાહથી આયબીલ અઠ્ઠાઈ, અરે માસક્ષમણ પણ કરે. પોતાના ધર્મ પ્રત્યે અનેરી શ્રદ્ધા, પણ બીજા ધર્મને પણ એટલું જ માન આપે. શાંતિપ્રિયતા એમનો વારસાગત ગુણ ! જૈન ધર્મની મહાનતા દર્શાવતાં આવા તો બીજા હજારો ઉદાહરણ હશે.

Paryushan
Paryushan

જૈન ધર્મનો ઇતિહાસ જાણીતો છે. આશરે 2500 વર્ષ પહેલાં મહાવીર સ્વામી ભગવાને દુનિયાને એક નવી દિશા બતાવી, જ્યાં ફક્ત સુખ જ નહોતું, સાથે સાથે શાંતિ પણ હતી. નાનામાં નાના જીવને હાનિ ન પહોંચે એવી રીતે તેમણે જીવન જીવતા શીખવ્યું. માનવનો જન્મ ફક્ત સુખ કે ભોગવિલાસ માટે નથી થયો પરંતુ શરીર કરતાં કઈંક ઉચ્ચ એવા આત્માના કલ્યાણ માટે થયો છે, એવું જ્ઞાન આપ્યું. આવાં અનેક સિદ્ધાંતો સાથે એક પરમ સૂત્ર આપ્યું કે ‘જીવો અને જીવવા દો’ આવા કેટલાંય સિદ્ધાંતોથી જૈન ધર્મ સમૃદ્ધ છે. જોકે મહાવીર સ્વામીના જન્મ પહેલાં પણ જૈન ધર્મ પ્રવર્તમાન હતું.

જેવી રીતે સમય વીતતો ગયો તેવી રીતે આ ધર્મ નો પ્રભાવ વધતો જ ગયો. ભૂતકાળ મા ઘણા ખરા પ્રસંગો મા આ બાબતો જાણી શકાય છે. જયારે દાનવીર જગડુશા દાતાએ પોતાની બધી  સંપત્તિ રાજ્ય માટે ન્યોછાવર કરી દીધી, જયારે બુદ્ધિ વીરો તરીકે ઓળખાતા બે ભાઈઓ વસ્તુુપાળ તથા તેજપાળે જમીન ખોદતા મળેલા ધન ના ચરુ તથા સોનાનો ઉપયોગ સદમાર્ગે થાય તે હેતુથી આબુ પર્વત પર સુંદર મંદિરો બનાવયા જે દેલવાડાના દેરા તરીકે ઑળખાય છે.જૈન વેપારીઓ એ દુષ્કાળ જેવા સમયમાં હસતા હસતા પોતાના અન્ન ના કોઠારો ગરીબ પ્રજા માટે ખુલા મુક્યા.આવા તો કેટલાય કાર્યો વખતે વખતે દેશહિત માં કર્યા.

 

જૈનોનુ ધર્મસ્થળ એટલે તીર્થો તથા ત્યાના દેરાસરો, જે આખા વિશ્વમાં  પ્રશંસાપાત્ર બન્યા છે. જૈન દેરાસરો મા રહેલી તીર્થકરો ની તથા દેવી દેવતાઓની પરતીમાતો જાણે હમણાજ બોલી ઉઠશે એવુ લાગે છે. દેરાસરો મા બનાવેલી રચનાત્મક કારીગરી તો પૂરી દુનિયામા બેજોડ છે. વિશિષ્ટ પથ્થરો તથા રત્નોથી બનાવેલી મૂર્તિઓ, તેને શણગારવા માટે બનાવાતી આંગી, તેને શોભાવતા સોના -રૂપાના ઘરેણાં , ત્યાંના રંગબેરંગી છત્ર તથા સૌને સમાવી લેતા એવા વિશાળ દેરાસરો તો જૈન ધર્મ નું ઘરેણું છે.આજે ઘણા વર્ષો પછી પણ ખોદકામ કરતા આવો અમૂલ્ય વારસો મળી આવે છે.

 

જેમ જૈન ધર્મ ના દેરાસરોમા ધન વૈભવની છણાવટ જોવા મળે છે તેનાથી બિલકુલ વિરુદ્ધ જૈન ધર્મના ઉદ્ધારક એવા સાધુસંતો ના જીવન માં તો અત્યંત સાદગીના દર્શન થાય છે. સાધુસંતો સંસાર વચ્ચે રહીને પણ તેનાથી કેવી રીતે અલિપ્ત રહી શકે છે તે ખરેખર સંશોધન નો વિષય છે.સામાન્ય રીતે સાધુ તો ચલતા ભલા ની ઉક્તિ સિદ્ધ કરતા જૈન સાધુ- સાધ્વીજી ઓ પણ સતત આઠ મહિના વિહાર(એક સ્થાનેથી બીજે સ્થાને જવું)કરે છે. આ કપરા પ્રયાણ તેઓ પગે જૂતા પણ પહેરતા નથી તથા વધારે વિસામો પણ લેતા નથી , વરસાદ કે ગરમી ની પરવા કર્યા વગર ફક્ત ચાલતા રહે છે.જે જે ગામો માં જાય ત્યાં પોતાના વ્યાખ્યાનો માં અહિંસાનો સિદ્ધાંત લોકોને સમજાવે છે.મહાન આચાર્યો પોતાના શબ્દો ના બાણો વડે લોકો માં રહેલ દયાભાવના તથા આસ્તિકતા ફરીથી જગાવે છે.વિવિધ તર્કો તથા દલીલો વડે લોકો ના પ્રશ્ન નું નિરાકરણ કરે છે.

 

ચોમાસા ના ચાર માસ દરમિયાન પોતાના થી ઓછામાંઓછી જીવહિંસા થાય તે કારણ થી તેઓ કોઈ ગામ માં પોતે રોકાણ કરે છે જેને ચાતુર્માસ તથા તે ગામ ના લોકોને સતત ચાર મહિના માં ધર્મ નું મહત્વ સમજાવે છે.ઘણા જૈન-અજૈન ભાઈ બહેનો રોજ આવી ગુરુવાણી નો લાભ લે છે.આવીજ કાળજી તેઓ પોતાના ખોરાક માં રાખે છે. કંદમૂળ તથા જૈન ધર્મમાં અભક્ષ્ય ઍવી વસ્તુઓ કદી ખાતા નથી. રોજ ભોજન ના સમયે તેઓ ગોચરી વહોરવા તેઓ નિકળે છે , ત્યારે પોતાને તથા બીજા ગુરુ મહારાજ ને જરુરી આહાર થી વધુ એક દાણો પણ તેઓ સ્વીકારતા નથી.આવી કપરી જિંદગી જીવવા છતાં તેઓ પોતાના ધર્મને જાળવી રાખે છે.  ખરેખર  ધર્મના રક્ષકો સાધુ-સાધ્વીજીઓ ને ધન્ય છે.

 

જે ધર્મ ના પાયામાં શાસ્ત્રો રહેલાં હોય છે તે ધર્મ ક્યારેય નાશ પામતો નથી. એવું કહેવાય છે કે મનુષ્યના જીવન માં મોટી સમસ્યા સર્જાય છે, ત્ત્યારે તે યા તો પોતાના ગુરુ પાસે જાય છે અથવા શાસ્ત્રો તથા જુના ગ્રંથો માં પોતાની સમસ્યાઓ નું સમાધાન શોધવા પ્રયત્ન કરે છે. તેમાંય આપણા ભારતમાં તો ગ્રંથો તેમજ શાસ્ત્રો નો અદ્ભૂત ખજાનો સમાયેલો છે. વિવિધ વિવિધ વિષયો ધરાવતા અપાર પુસ્તકો આપણે વારસા માં મળેલા છે.જૈન ધર્મમાં પણ ભૂતકાળમાં દુર્લભ જ્ઞાન ધરાવતા સાધ-ુસાધ્વીજીઓ હતા કે જેઓએ પોતાનું જ્ઞાન શબ્દે શબ્દે લોકોને આપ્યું.જુના જૈન ધર્મ નો અકલ્પનિય ઇતિહાસ લખ્યો,કે આવનારી પેઢીઓ તેનાથી વંચિત ના રહે.જૈન ધર્મ નો સાર તથા તેમાં કહેલી વાતો ના તથ્યો આપ્યા.

 

 

 

Live and Let Us Live !

શ્રી હેમચંદ્રાચાર્યસુરીશ્વરજી મહારાજસાહેબે પોતાના સાધુકાળ દરમિયાન વિવિધ પુસ્તકો લખ્યા. તેઓ દેવભાષા-સંસ્કૃત ના તથા બીજી પ્રાકૃત જેવી પુરાતન ભાષા ના મહાન જાણકાર હતા. આમેય જૈન ધર્મમાં પહેલેથીજ કલ્પસૂત્ર,બારસાસુત્ર,પાંચ પ્રતિક્રમણ ના સુત્રો તેમજ અતિચમત્કારી એવા મહામંત્ર નવકાર પ્રવર્તમાન હતા જ.તે ઉપરાંત આઠ અતિચાર જેવા મહાન સૂત્રો સામાન્ય ગુજરાતી ભાષામાં લખાયા જેના કારણે આજે ધર્મ નું મૂલ્ય ઓર વધ્યું છે.એવું નથી કે જુના શાસ્ત્રો તથા તેનું ચિંતન ફક્ત પ્રૌઢ કે વૃદ્ધ લોકો જ કરે છે. નાના બાળકો ને પણ સુત્રો જાણવા મળે તેથી દરેક ગામમાં ‘પાઠશાળા’ ચલાવવામાં આવે છે. જ્યાં બાળકો શાસ્ત્રો ના નિષ્ણાત લોકો પાસેથી જ્ઞાન લે છે.અહીં તેમના સૂત્ર સંબંધી પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે.આમ બાળકો નાની વયે જ પોતાના ધર્મ વિશે થોડું થોડું જાણવા માંડે છે.

 

જેમ આ ધર્મ એ વર્ષોથી મળેલ શાસ્ત્રો નો વારસો જાળવ્યો છે, તેમ વિવિધ તીર્થોને સાચવીને તથા નવા તીર્થો બનાવીને તેમનું ગૌરવ ઓર વધાર્યું છે.જૈન ધર્મ વિવિધ વિવિધ તીર્થંકર ની મૂર્તિથી શોભતા અઢળક ચમત્કારી તીર્થોનું જતન વર્ષોથી કરતું આવ્યું છે.શ્રી પદ્મનાભ મંદિર ;પાલિતાણા(ભાવનગર-ગુજરાત); સમેતશીખરજી,પાવાપુરી,ચંપાપુરી (બિહાર); બલસાના(મહારાષ્ટ્ર), મહુડી(રાજસ્થાન) વગેરે તીર્થો તો દેશવિદેશમાં પ્રખ્યાત છે.તેમાય લોકો ‘મહુડીની સુખડી’ નો લાભ લેવાનો લાભ તો અચૂક લે જ છે.ફક્ત ભારત માં જ નહીં પરંતુ વિશ્વ આખાયમાં જૈન દેરાસરો ભકતોએ બાંધેલા છે.પર્યુષણ તથા મહાવીર જયંતિ જેવા મહાપર્વો માં તો તીર્થો ભક્તોના કિલોલથી ગુંજી ઉઠે છે.

ક્રમશ:

Writer: Harsh.M.Mehta

Web title: Know the amazing facts About Jainism ! You would be wondered after knowing this.

31 COMMENTS

  1. … [Trackback]

    […] Info to that Topic: joblessyuva.com/2017/09/14/know-the-amazing-facts-about-jainism-you-would-be-wondered-after-knowing-this/ […]

  2. … [Trackback]

    […] Read More Info here on that Topic: joblessyuva.com/2017/09/14/know-the-amazing-facts-about-jainism-you-would-be-wondered-after-knowing-this/ […]

  3. … [Trackback]

    […] Here you can find 7791 more Information on that Topic: joblessyuva.com/2017/09/14/know-the-amazing-facts-about-jainism-you-would-be-wondered-after-knowing-this/ […]

  4. … [Trackback]

    […] Find More Information here on that Topic: joblessyuva.com/2017/09/14/know-the-amazing-facts-about-jainism-you-would-be-wondered-after-knowing-this/ […]

  5. … [Trackback]

    […] There you can find 31049 more Information to that Topic: joblessyuva.com/2017/09/14/know-the-amazing-facts-about-jainism-you-would-be-wondered-after-knowing-this/ […]

  6. … [Trackback]

    […] Read More on to that Topic: joblessyuva.com/2017/09/14/know-the-amazing-facts-about-jainism-you-would-be-wondered-after-knowing-this/ […]

  7. … [Trackback]

    […] Find More Info here to that Topic: joblessyuva.com/2017/09/14/know-the-amazing-facts-about-jainism-you-would-be-wondered-after-knowing-this/ […]

  8. … [Trackback]

    […] Info to that Topic: joblessyuva.com/2017/09/14/know-the-amazing-facts-about-jainism-you-would-be-wondered-after-knowing-this/ […]

Comments are closed.