એક પિતા ની તેની દીકરી ને વિદાઈ વેળા ની હૃદય ને સ્પર્શતી સાચી સલાહ.

9
1354
Father's True Advice to a married Daughter

જો આવી સલાહ દરેક દિકરીને મળે તો એક પણ દિકરી સાસરે દુખી ન થાય

એક દિકરી એ તેના બાપ ને પ્રશ્ન કર્યો કે પપ્પા હું જ્યારે સાસરે જઇશ તો શું તે બધા મને દિકરી ની જેમ રાખશે ?

તો તેના પિતા એ બહુ જ સરસ જવાબ આપ્યો…

બેટા, તું અહીયા શું છે? તો દિકરી એ જવાબ આપ્યો : હું અહીંયા દિકરી છું તો તેના બાપે કહ્યું કે બેટા, અહીં તું દિકરી જ છે…..પણ ત્યાં તો તારે બહુ વધારે પડતી ભૂમીકા ભજવવાની છે જો કહું,
(1) પત્નિ

(2) દિકરી

(3) મા

(4) ભાભી

(5) જેઠાણી કે પછી દેરાણી…

આટલા બધા તારા અંશ હશે તો તને અહીંયા કરતા ત્યાં વધારે જણાં સાચવશે.

પણ… ખાલી તારા વહેવાર ઉપર બધો આધાર છે જેમ કે અહીં તું રૂપિયા 10 ની વસ્તુ લેતા વિચારે છે કે મારા પિતા ના રૂપિયા ક્યાક હું વધારે નથી ખચઁ કરતી ને તેમજ ત્યાં તારી સાસરી માં જઇ તારે તારૂ અને આખા ઘર નું વિચારવાનું કે રૂપિયા 5 નું પણ લેતા એમ વિચારજે કે હું મારા ઘર ના રૂપિયા ખોટા તો નથી વાપરતી ને પછી જોજે તારી સાસરીમાં અહીં કરતા કેમ રાખે છે? બીજું કે અહીં તો મેં તને 20 કે 25 વરસ સાચવી એટલે આતો તું ભાડુઆત હતી મારી પણ બેટા

એ ઘર તો તને આખી જીન્દગી નામ આપે છે તો ત્યાં તારે બધાને સાચવવાના છે જો તું સાચવીશ તો તે તને 10 ગણું સાચવશે…

પિતા એ પછી કાનમાં દિકરી ને કહ્યું કે બેટા જો કોઈને કહેતી નહીં હું જે કહુ છું તે સાચું છે.

તારે જીન્દગીમાં દુ:ખી ના થવું હોય તો તેનો મંત્ર છે આખા જીવન ભર દુ:ખ નહી આવે,

તો દિકરી એ કહ્યું: એવું શું છે પપ્પા? તરતજ પિતા એ કહ્યું કે

(1) પિયર ઘેલી ના થતી.
(2) તારી મમ્મી નુ ક્યારેય ના સાંભળતી.
(3) કંઇ પણ વાત હોય તો સાસુ, સસરા, દિયર, નણંદ, જેઠ-જેઠાણી કે દિયર- દેરાણી બધાં સાથે બેસી ને ખુલ્લા દિલ થી વાત કરજે.

તારા જીવન મા દુ:ખ ભગવાન પણ નહીં લાવે તો બોલ બેટા અહીંયા સારું કે સાસરીયું સારું? તરત દિકરી બોલી પપ્પા તમારી વાત ખરેખર સાચી કે જેમનું નામ મરણ પછી પણ મારા સાથે જોડાઇ રહે તે જ મારો પરીવાર અને એ જ મારા સાચા માતા-પિતા છે અને દિયર મારો નાનો ભાઇ છે, જેઠ મારા મોટા ભાઇ અને બાપ સમાન છે, દેરાણી મારી બહેન છે, જેઠાણી મારી મોટી બહેન છે અને મા સમાન છે અને નણંદ મારી લાડકી દિકરી છે.

Indian Woman
Daughter after listening to her Dad and Realizing upon the facts

હા, પપ્પા મને તો અહીં કરતાં ત્યાં ધણું ફાવશે …..હું આખી જીન્દગી આ યાદ રાખીશ અને દરેક દિકરી ને આમ જ કરવાની સલાહ આપીશ કે આપણું ઘર તે આપણે જ સાચવવાનું છે આપણા પિયરીયાને નહીં…

જે મજા સંપીને રહેવામાં છે તે અલગ માં નથી.

સારું લાગ્યું તો લાઈક અને શેર જરૂર કરજો.

Title : Father’s True Advice for a Happy Life to a Daughter who is getting married.

9 COMMENTS

  1. … [Trackback]

    […] Find More on on that Topic: joblessyuva.com/2017/09/13/fathers-true-advice-for-a-happy-life-to-a-daughter-who-is-getting-married/ […]

  2. … [Trackback]

    […] Here you can find 67499 additional Info on that Topic: joblessyuva.com/2017/09/13/fathers-true-advice-for-a-happy-life-to-a-daughter-who-is-getting-married/ […]

  3. … [Trackback]

    […] Find More to that Topic: joblessyuva.com/2017/09/13/fathers-true-advice-for-a-happy-life-to-a-daughter-who-is-getting-married/ […]

Comments are closed.