તમારા ઘર માં અગર પીપળા નું ઝાડ ઉગે તો, આ વસ્તુઓ ભૂલે થી પણ ક્યારેય નહિ કરવી

497
2006
Peepal tree on Wall

તમારા ઘર માં અગર પીપળા નું ઝાડ ઉગે તો, આ વસ્તુઓ ભૂલે થી પણ ક્યારેય નહિ કરવી

કુદરત ની સૌથી સારી ખાસિયત એ છે કે એણે આપણ ને એવી વસ્તુઓ થી ઘેરી રાખ્યું છે જે આપણી રક્ષા કરે અને આપણ ને સુરક્ષિત પણ રાખે. તેના માં થી સૌ થી પેહલી વસ્તુ છે એ વૃક્ષ અને ઝાડવાંઓ; તેમનું મહત્વ આપણા જીવન માં બહુ જ અગત્ય નું છે.

ખાલી એટલું જ વિચારી જુઓ કે જો અગર આ વૃક્ષો અને ઝાડવાંઓ કાર્બન ડાયોકસાઇડ CO2 અને બીજા ઝેહરિલા તત્વો ને ના લેતા હોત તો? શાયદ આપણું અસ્તિત્વ પણ ના હોત.

ભલે, માણસો ઝાડને આડેધડ અને વિના અચકચાયે કાપી રહ્યા છે અને વાતાવરણને સૌથી ખરાબ રીતે પ્રદૂષિત કરી રહ્યા છે છતાં, પૃથ્વીના સંરક્ષણ માટે ની યોજના ગ્રીન-બેલ્ટ એકલા હાથે દિવસ રાત કામ કરે છે. જેથી આપણે છેલ્લી ઘડી સુધી ચેન ની અને શુદ્ધ શ્વાસ લઈ શકીએ. દર વર્ષે કેટલાક વૃક્ષો નો વાવેતર કરવામાં આવે છે, ત્યારે ઘણા વૃક્ષો પોતાની રીતે જ ધરતી પર ઉગી આવે છે; અને તેના માં નો એક પીપલ નો વૃક્ષ છે.

આજકાલ, બેડરૂમમાં કે ઘર માં વિવિધ પ્રકારનાં છોડને રોપવાનો ટ્રેન્ડ ચાલી રહ્યું છે, પરંતુ અમુક છોડો વાસ્તુ શાસ્ત્રની દ્રષ્ટિ એ અશુભ ઘણાય છે. એવું માનવા માં આવે છે કે જે ઘણી વખત પતિ અને પત્ની વચ્ચે કે પરિવાર ના અન્ય સભ્યો વચ્ચે તણાવ અને તકરારમાં વધારો કરે છે.

એવી જ રીતે ગમે તે સમયે જો આપણા ઘર માં પીપળા નું ઝાડ ઉગે તો એ વાસ્તુશાસ્ત્ર ની દ્રષ્ટિ એ શુભ નથી ગણાતું.

તો ચાલો જાણીએ અગર પીપળા નું ઝાડ આપણા ઘરે આપોઆપ ઉગી આવે તો શું કરવું કે શું ના કરવું.

#1 જો પીપળા ના ઝાડ નું છોડ આપણા ઘર ની દીવાલ પર ઉગતો જણાય, તો તરત જ તેને પૂજા અર્ચના કરી ને પછી કોઈક વ્યવસ્થિત ફૂલ છોડ ના કુંડા માં મૂકી રાખી દેવું. છોડ કાઢતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તેના મૂળિયાઓ ના કપાય, કારણ કે એવું માનવા માં આવે છે કે તેના મૂળ માં ત્રિદેવો નો વાસ હોય છે.

Worship Peepal Tree

#2 વાસ્તુશાસ્ત્ર ના અનુસાર એવું માનવા માં આવે છે કે પીપળા નો ઝાડ એક દેવી-દેવતા તથા પિતૃઓ નો આશ્રય સ્થાન છે, જેમાં આપણા ભગવાન બિરાજે છે જેના કારણે આપણે પીપળા ની ભાવ પૂર્વક દરરોજ 2 ટાઈમ પૂજા કરવી જોઈએ. અને જે પણ તેની પૂજા કરતો હોય તેને જીવન માં વિકારો થી દૂર રેહવું જોઈએ.

આ જ એક મુખ્ય કારણ છે કે શાસ્ત્રો માં પીપળા ના ઝાડ ને ઘર માં ઉગાવવાની મનાઈ કરવામાં આવી છે, અને જો તે પોતાની મેળે ઉગી આવે તો તેનો અનાદર કરી ને તેને કાપી નાખવું નહિ. તેને વિધિવત પૂજા અર્ચના સાથે કાઢી ને તેનું સ્થળાંતર કરવું.

વધુ ને વધુ આ પોસ્ટ શેર કરો જેથી લોકો માં આના વિષે જાગૃતિ આવે અને આવું કરતા એ લોકો પણ બચી શકે.

497 COMMENTS

Comments are closed.