ભારત ના ઉત્તર પ્રદેશ રાજ્ય માં, તારિક નામ ના છોકરા નો જન્મ હાથ ની વિચિત્ર પરિસ્થિતિ સાથે થયો હતો, જેના કારણે તેના બંને હાથ ના અંગૂઠા અને બે આંગળીઓ ફુગ્ગા ની જેમ ફુલાતા ગયા ને છેવટે 12 ઇંચ સુધી વધી ગયા છે

આમ તો તેની આ હાથો ની સ્થિતિ, હાથી પગા ની બીમારી જેવી જણાય છે, પણ ડોક્ટરો પાસે હજી આની માટે કોઈ નામ નથી અને આ ડોક્ટરો ને હજી એટલી જ હેરાન કરી નાખનારી પરિસ્થિતિ છે.
“તારિકની સમસ્યા ખરેખર અમારા માટે પણ રહસ્ય છે,” એવું ડૉ. પવનકુમાર ગાંધીએ તારિક સાથે ની મુલાકાત દરમિયાન તેને જોઈ ને જણાવ્યું હતું.
તેના ગામના ઘણા લોકો ને તારિક થી ડર લાગે છે, અને તે લોકો તારિક ને “શેતાન” કહે છે. લોકો તેના વિશાળ હાથના કારણે તારિક ને શ્રાપિત પણ માને છે.
“જન્મથી જ તેના હાથ મોટા અને સામાન્ય કરતા વિશાળ હતા, જેમ જેમ તેની ઉંમર વધતી ગયી તેમ તેમ તેના હાથ ના આકાર માં પણ વધારો થતો આવ્યો છે.” એવું તેના કાકી, પુષ્પાએ જણાવ્યું હતું.

તારિક એક ચાય ની નાની કેબીન માં કામ કરે છે, અને તેના મોટા ભાઇ, હરજ્ઞાન સાથે રહે છે. તારિક ના હાથ ની આ પરિસ્થિતિ ના કારણે તે પોતે ઘણી રોજિંદી ક્રિયાઓ કરવા માટે લાચાર થઇ ગયો છે.
તેને આવી અનેક રોજિંદી ક્રિયાઓ જેવી કે નાહવાનું, જમવાનું કે કપડાં પહેરવા જેવી અનેક ક્રિયાઓ માટે તેના મોટા ભાઈ હરજ્ઞાન પર આધારિત રેહવું પડે છે.

“તારિક ના હાથ ખરેખર વિશાળકાય છે મેં મારા જીવનમાં આવા મોટા હાથ ક્યારેય નથી જોયા. આના કારણે તે તેના જીવનમાં લાચાર અને પરેશાન થઇ ગયો છે. તે પોતાના કપડાં પણ બદલી શકતો નથી. મને તારિકની આવી દરેક બાબત ની સંભાળ રાખવી પડે છે, ” એવું તેના ભાઇ હરજ્ઞાન એ જણાવ્યું હતું.

તારિક હમેશા થી સ્કૂલમાં અભ્યાસ કરવા જવા માંગતો હતો, પણ સ્કૂલના અધિકારીઓને એવું ડર હતો કે તે સ્કૂલ ના અન્ય વિદ્યાર્થીઓને તેના મોટા હાથ ના કારણે ડરાવી શકે છે.
તેના જીવન માં આ બધી મુસીબતો ઓછી હતી કે ઉપર થી તેને તેના બધા મિત્રો એ પણ ડર ના કારણે છોડી દીધું છે.

“મારે શરૂઆતમાં થોડાક મિત્રો હતા પણ હવે મારા કોઇ જ મિત્રો મારી સાથે નથી. એ બધા લોકો મારા હાથથી ડરી ગયાં છે. હું સ્કૂલ માં જઈ ને બીજા લોકો ની જેમ અભ્યાસ કરવા માંગતો હતો પણ સ્કૂલ માં એ લોકો એ મને પ્રવેશ આપવાનું ઇન્કાર કરી દીધું, ” એવું તારિક કહે છે.

જ્યારે તારિકના પિતા જીવિત હતા, ત્યારે તેઓ તેને ઘણા સ્થાનિક ડોકટરો પાસે લઇ જતા હતા, પણ હર વખતે, તેઓ બિચારા નિરાશ થઇ ને ઘરે પાછા આવતા હતા.
“પણ દુઃખ ની વાત છે કે તેના પિતાનું અવસાન થયું અને હવે તેની પાસે માત્ર તેની માતા જ છે, તેથી તેઓ કોઈ સારવાર મેળવી શકતા નથી”, એવું પુષ્પાએ જણાવ્યું હતું.
“અમે કોઈ સારી અને મોટી હોસ્પિટલ માં તેનો ઈલાજ નથી કરાવી સકતા, જ્યાં સુધી ઘણા બધા પૈસા ની વ્યવસ્થા નહિ થાય ત્યાં સુધી તારિક ને આમ જ રેહવું પડશે” એવું હરજ્ઞાન એ કહ્યું.
તેના કાકી પુષ્પા બેન નું એવું માનવું છે કે, તારિક ના આ મહાકાય હાથ એ ભગવાન ની દેન છે અને તે આખરે તેમની કૃપા થી બરાબર થઈ જશે.
તારિક પણ એ દિવસની રાહ જોઇ રહ્યો છે જે દિવસે તેના હાથો નો ઈલાજ થઇ જશે અને તેના હાથ પણ બીજા લોકો ની જેમ સામાન્ય થઇ જશે.
“હું બીજા છોકરાઓ જેમ દરરોજ શાળામાં જાય છે અને બીજા છોકરાઓ જેમ રમે છે, એવો બનવા મંગુ છું,” તારિક કહે છે.
“શક્યતાઓ ઓછી છે પરંતુ અશક્ય કંઇ નથી. વિજ્ઞાનના જમાના માં, ઘણાં સંશોધન થાય છે, તેથી કંઈ અશક્ય નથી, ” ડૉ. પવનકુમાર ગાંધીએ કહ્યું.
ખરેખર ઘણી વખત કુદરત એવા એવા કરિશ્મા કે અજૂબાઓ કરતુ હોય છે કે જે આપણ ને પણ અચંબિત કરી નાખે છે.
આમ આના પર આપણે સમજી શકીએ છીએ કે આ નાનો 12 વર્ષ નો તારિક તેના હાથો ને લઇ ને કેટલો મજબુર અને લાચાર હશે કે જે આપણી જેમ રોજિંદી સામાન્ય ક્રિયાઓ કરવા માટે પણ મોથાજ થઇ ગયો છે.
આપણે બધા લોકો પણ ભગવાન પાસે એવી પ્રાથના કરીએ કે તેનો જલ્દી જ ઈલાજ થઇ જાય અને તે પણ સામાન્ય લોકો ની જેમ તેનું જીવન જીવી શકે.
મિત્રો, આ આર્ટિકલ સારું લાગ્યું હોય તો લાઈક અને શેર કરવાનું નહિ ભૂલતા.
Credits to : NTD.TV - All Rights Reserved
Title : 12 year old Indian Boy called as “Devil Boy” due to his 12-inch long Big Hands



