દિવાળી પહેલાનાં 6 લક્ષણો, જે દર્શાવે છે કે ખૂબ જ નજીકના ભવિષ્યમાં તમને સારા સમાચાર મળશે !
ઘણીવાર એવું થાય, કે આપણને કશુંક અલગ લાગવા માંડે. એક જ વસ્તુ, કે વ્યક્તિ કે ઘટના આપણી સાથે વારેવારે બને, અને આપણે એને માત્ર સંજોગ સમજીને અવગણીએ છીએ… પણ ખરેખર એવું નથી હોતું. અમુક વસ્તુઓ આપણને ભવિષ્યમાં બનવાની સારી ઘટનાઓ વિશે પણ છૂપો દિશા નિર્દેશ કરે છે… ચાલો જોઈએ, અમુક એવા છૂપા સંકેતો, જે દર્શાવે છે કે તમને નજીકના ભવિષ્યમાં લાભ થશે.
1. હથેળીમાં કે છાતીમાં ખંજવાળ આવવી:

શું તમને ક્યારેય હથેળીમાં ખંજવાળ આવી છે ? ક્યારેક તો એવું બન્યું જ હશે.. સામાન્ય રીતે આ ઘટનાને આપણે અવગણીએ છીએ, પણ ખરેખર હથેળીમાં કે છાતીમાં સતત ખંજવાળ આવવી નજીકના ભવિષ્યમાં થનારા ધંલાભની નિશાની હોઈ શકે છે.. અલબત્ત કુદરતી રીતે આવે તો જ ખુશ થવું, હાથે કરીને ખંજવાળશો, તો હથેળી છોલાઈ જશે !!
2. હાથમાંથી પૈસા પડી જવા:

આ પણ ધનયોગનો એક સંકેત છે. હાથમાંથી પૈસાનું પડી જવું એ દર્શાવે છે કે ભાવીસયમાં તમને પુષ્કળ ધનલાભ થશે. તેથી જો તમારી સાથે એવું થઇ રહ્યું હોય, તો આવનારા પૈસા સાચવવા માટે તમારે અત્યારથી જ તૈયાર થવું રહ્યું !
3. પૂર્વજો ના સપનાંઓ:

જો તમને સપનામાં તમારા મૃત પૂર્વજો દેખાય, તો એનો મતલબ એમ થઇ શકે, કે તેઓ તમારા પર ખુશ છે, અને તેમના આશીર્વાદથી તમને ખૂબ જ જલ્દી કોઈ લાભ થવાનો છે…!
4. ૮ કા કનેક્શન !

આઠ નંબરને લક્ષ્મીજી સાથે કનેક્શન છે, યાને કે ૮ એ લક્ષ્મીજીનો આંકડો છે. તેથી જો તમને રોજબરોજની જિંદગીમાં વારે વારે કોઈ ને કોઈ રીતે ૮ ના આંકડા સાથે પનારો પડતો હોય, તો સમજી જજો, આ છૂપો સંકેત ધનલાભનો હોઈ શકે !
5. કીડીઓ અને નાના જીવજંતુઓ

શું તમે ક્યારેય કીડીઓની વણઝારને તમારા ઘરમાં જતાં જોઈ છે ? કીડી અને અન્ય નાના કીટકો આવનારી સમૃદ્ધિ તરફ દિશા નિર્દેશ કરે છે. એવી જ રીતે જો દિવાળી પહેલાં કે દિવાળી દરમિયાન તમારા ઘરની બહાર કરોળિયો પોતાનો જાળો ગૂંથતો દેખાય, તો એ પણ ગુડ લકનો સંકેત છે !
6. ઘર ની બહાર કરોળિયા ના જાળા

દરેક પગલામાં કુદરતનો છૂપો સંકેત છુપાયેલો હોય છે. તેથી જ આપણાં પૂર્વજોએ કહ્યું છે, કે કોઈ પણ જરૂરી નિર્ણય લેતાં પહેલાં પરિસ્થિતિનો બરાબર અભ્યાસ કરો. શું ખબર તેમાં રહેલો સંકેત સમજાઈ જાય !
Team Jobless Yuva.
These 6 signs near Diwali that indicate the Good luck in near future!




