પતિ ના અવસાન પછી, બાળકો ને આર્મી ઓફિસર બનાવવા સંધ્યા બેન કુલી બન્યા.

21
277

સંધ્યા મારવી, 30 વર્ષીય મહિલા ભારતની પ્રથમ કુલી મહિલા છે, જેણે જૂની પુરાણી પ્રથાઓ અને રૂઢિઓ ને નકારી ને જે પોતાના પરિવાર માટે કામ કર્યું છે તે પ્રસંસનીય છે.

આ છે સંધ્યા બેન ની કહાની

મહિલા કુલી સંધ્યા બેન ના પતિ ભોલારામ નું બીમારીના કારણે ઓક્ટોમ્બર 2016 માં અવસાન થયું, ત્યારે તેમના જીવન માં જાણે અંધકાર છવાઈ ગયો હોય તેવું લાગ્યું. કેમકે તેમના પરિવાર ના આધારસ્થંભ અને તેમના પરિવાર નું ભરણ-પોષણ કરનાર તેમના પતિ નું અચાનક અવસાન થયું હતું.

તેમ છતાંય તેમણે હિમ્મત ના હારી અને તેમના ત્રણ છોકરાઓ માટે તેમણે પોતાને સાંભળ્યું, અને છેવટે તેમણે મધ્ય પ્રદેશ ના જબલપુર જિલ્લા ના કટની જંકશન રેલવે સ્ટેશન પર કુલી તરીકે લોકોના લગેજ ઉપાડવાનું કામ શરુ કર્યું.

સંધ્યા બેન ના ખાલી દુનિયા નો વજન ઉપાડે છે પણ તેઓ પોતાના બાળકો અને પરિવાર માટે દરરોજ 270 કિલોમીટર નો સફર પાર કરી ને રૂપિયા કમાઈ ને પોતાના પરિવાર નો પણ ભરણ પોષણ કરી રહ્યા છે. હરરોજ તેઓ 45 કિલોમીટર તેમના ગામ કુંદમ થી જબલપુર નું સફર કરી ને ત્યાંથી પછી કટની જંકશન રેલવે સ્ટેશન પોહ્ચે છે. આપણે આના પર થી વિચારી શકીએ છીએ કે આટલું મોટું અંતર કાપ્યા પછી એ જે કામ કરે છે તેના માટે કેટલી શક્તિ અને મજબૂત મનોબળ જોઈએ.

કટની રેલવે સ્ટેશન પર ના 45 કુલી માં થી સંધ્યા બેન એકમાત્ર કુલી મહિલા છે. શાહિલ (8), હર્ષિત (6), પાયલ (4) તેમના ત્રણ બાળકો અને તેમના સાસુ માં જ તેમનું પરિવાર છે અને તેમના ભરણ-પોષણ ની જવાબદારી પણ તેમના ખભ્ભા પર આવી ગયી છે.

આટલી બધી મુશ્કેલીઓ અને કઠણાઈઓ છતાંય તેમનું એક સપનું છે કે તે પોતાના બાળકો ને ઇન્ડિયન આર્મી ઓફિસર બનાવી શકે. તો ચાલો મિત્રો આપણે સહુ તેમના માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ, “ઈશ્વર તેમને જીવન માં મુસીબતો સામે લડવાની શક્તિ આપે અને તેમના સપનાઓ સાકાર કરવામાં મદદ કરે”.

મિત્રો જો આ આર્ટિકલ ગમ્યું હોય તો શેર કરતા અચકાશો નહિ.

21 COMMENTS

  1. … [Trackback]

    […] Here you can find 32202 more Information to that Topic: joblessyuva.com/2018/01/25/sandhya-marawi-first-indian-lady-coolie-story-in-gujarati/ […]

Comments are closed.