વડોદરા માં કંઈક અલગ જ રીતે સાયકલ પર ચા ના સ્ટોલ ની શરૂઆત થઈ. જુઓ મજેદાર અને ક્રિએટિવ ફોટોસ.

19
333

દિવસ ની શરૂઆત હોય કે દિવસ દરમિયાન ની થકાવટ, એ કદી ચાય વગર જતી જ નથી. આ વાક્ય ચા ના આશિક જ સમજી શકે છે.

જોકે ચા એક એવી વસ્તુ છે જેના દિવાનાઓ તો લગભગ બધા જ હોય છે અને ના પણ હોય તોય ક્યારેક ક્યારેક અમથીય દોસ્તો સાથે કે દોસ્તો ના કહેવાથી ચા તો પી જ લેેતા હોય છે.

પણ તાજેતર માં જ વડોદરા માં એક એવો ચાય નો સ્ટોલ બન્યો છે ને કે જેને જોઈને ચાય ના પીવાવાળા ને પણ ચાય પીવાનું મન થઇ જાય. એમણે જે અદભુત રીતે એક સાયકલ પર ચાય નો સ્ટોલ બનાવ્યો છે એ લોકો માં એક આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે. તો ચાલો મિત્રો એ અદભુત સાયકલ વાળા ચાય ના સ્ટોલ ના ફોટોસ જોઈએ.

આ ચાય નો સ્ટોલ Chai bike તરીકે પ્રખ્યાત છે અને એટલું જ નહીં અહીંયા ચાય સાથે સાથે અન્ય બેકરી ની આઇટમ્સ અને નાસ્તાઓ પણ મળે છે. તો જેને ચાય સાથે Biscuit કે Toast કે ખારી ખાવાની ટેવ હોય એ પણ અહીંયા પુરી થઈ શકે છે.

મિત્રો આ ચાય ના ફોટોસ જોઈએ ને તો ભલભલા ને ચાય ની યાદ આવી જાય. અહીંયા કોઈ જવાનું હોય તો મારી માટે એક ચાય મલાઈ માર કે અને એક ખારી નું પેકેટ જરૂર લેતા આવજો.

અને દોસ્તો તમારા ચાય ના રસિયા મિત્ર સાથે શેર કે ટેગ કરવાનું નહીં ભૂલતા.

આવી જ મજેદાર પોસ્ટ અને અવનવું જાણવા માટે આજે જ અમારું પેજ લાઈક Jobless Yuva

Note : This article is not about an advertisement or any kind of endorsement to any brand, company or firm. Here we’re just showing the information on trends and creativity present in today’s competitive world which falls under our interests.

19 COMMENTS

Comments are closed.