254 અબજનો ખર્ચો કરી Amazon એ જંગલ જેવી નવી ઓફિસ બનાવી, જોરદાર છે નજારો

31
187

અમેરિકામાં નવી ઓફિસ ખોલી છે. આ ઓફિસની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. ઓફિસની ખાસ વાત છે તેની ડિઝાઈન. ઓફિસને બહારથી ગુંબજના આકારમાં બનાવવામાં આવી છે. તેના બનાવવામાં 4 બિલિયન ડોલર(અંદાજે 254 અબજ રૂપિયા)નો ખર્ચો થયો છે.  આ ઓફિસ સીટલમાં બનાવવામાં આવી છે. તેનું ઓપનિંગ કંપનીના સીઈઓ જેફ બેજોસે કર્યું. આ ઓફિસને રેનફોરેસ્ટ કેમ્પસ નામ આપવામાં આવ્યું છે.

તૈયાર થતા લાગ્યો છે 7 વર્ષનો સમય

વિશ્વની સૌથી મોટી ઓનલાઈન શોપિંગ કંપની બની ચૂકેલી એમેઝોન તેના સેલ્સ લઈને પહેલા જ અનેક રેકોર્ડ બનાવી ચૂકી છે. પરંતુ હવે એમેઝોને અમેરિકામાં સ્થિત તેની હેડ ઓફિસમાં એક ગાઢ જંગલ બનાવ્યું છે જે ચર્ચાનો વિષય બનેલું છે. ખાસ વાત એ છે કે, આ જંગલમાં વિશ્વભરમાંથી લાવવામાં આવેલા બહુ ખાસ પ્રકારના વૃક્ષો લગાવાયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઓફિસના પ્લાનિંગ અને નિર્માણમાં સાત વર્ષનો સમય લાગ્યો છે. એમેઝોને તેને The Spheres નામ આપ્યું છે.

40 હજાર વૃક્ષો રોપવામાં આવ્યા

કંપનીના કર્મચારીઓ માટેની દરેક સુવિધા ધ્યાનમાં રાખવામાં આવી છે. અહીંયા એવો માહોલ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે, લોકો ઈનોવેટિવ વિચારી શકે. ઓફિસમાં 40 હજાર વૃક્ષો રોપવામાં આવ્યા છે. કંપનીએ આખી ઓફિસમાં ગ્રીનરી પર ખાસ ધ્યાન આપ્યું છે. કંઈક અલગ વિચારવા માટે કર્મચારી અહીંયા રૂટિન કામને છોડીને એકલો ફરી શકે છે, નાના-નાના ઝરણાનો આનંદ લઈ શકે છે. કર્મચારીઓ માટે મીટિંગ સ્પેસ પણ બનાવવામાં આવી છે. જેને ધ બર્ડ નેસ્ટ નામ આપવામાં આવ્યું છે. કુલ ત્રણ ઓફિસ બિલ્ડિંગને sphere હેઠળ બનાવવામાં આવી છે. આ સ્પેસ 90 ફૂટ લાંબી અને 130 ફૂટ પહોળી છે.

Source : Divyabhaskar

31 COMMENTS

Comments are closed.