46 રૂપિયા માં 100kms દોડશે એક્ટિવા, બસ લગાવો આ કિટ

30
534
તમને કહેવામાં આવે કે હોન્ડા એક્ટિવા 100 કિ.મી.ની એવરેજ આપશે, તો તમને કદાચ વિશ્વાસ નહીં આવે. તેનું કારણ છે કે આ સ્કૂટરની એવરેજ 40થી 50 અથવા તો વધુમા વધુ 55 કિ.મી.ની હોય છે. જોકે એ વાત સાચી છે કે એક્ટિવાને 100 કિ.મી. સુધી દોડાવી શકાય છે. પરંતુ એ માટે પેટ્રોલ નહીં CNGનો ઉપયોગ કરવો પડશે. અમદાવાદમાં એક કિલો CNGની કિંમત 46.75 રૂપિયા છે. જેની મદદથી તમે એક્ટિવાને 100km સુધી દોડાવી શકો છો.
એક્ટિવામાં લગાવો આ CNG કિટ અને દોડાવો 100Kms સુધી 46 રૂપિયા માં: 
હોન્ડાના એક્ટિવાના અનેક મોડલ લોન્ચ કરવામાં આવ્યા છે, પરંતુ દરેક પેટ્રોલથી ચાલતા મોડલ છે. એટલે કે કંપનીએ CNG મોડલ લોન્ચ કર્યં નથી. તેવામાં દિલ્હી સ્થિત CNG કિટ મેકર કંપની LOVATOની આ કિટને તમે સ્કૂટરમાં લગાવી શકો છો. તેનો ખર્ચ અંદાજે 15 હજાર રૂપિયા છે. કંપનીનો દાવો છે કે આ ખર્ચને તમે 1 વર્ષથી પણ ઓછા સમયગાળામાં વસુલ કરી શકો છો. કારણ કે CNG પેટ્રોલ કરતા 22.93 રૂપિયા સસ્તું છે અને તેનાથી સ્કૂટરની એવરેજ પણ બે ગણી વધી જાય છે. આ કિટને ઇન્સ્ટોલ કરવામાં 4 કલાકનો સમય લાગે છે.
સાથે સાથે પેટ્રોલથી પણ દોડશે એક્ટિવા: 
લોવાટો એક્ટિવામાં CNG કિટ ઇન્સ્ટોલ કરે છે, પરંતુ તેને પેટ્રોલથી પણ દોડાવી શકાય છે. આ માટે કંપની એક સ્વિચ લગાવે છે, જેનાથી CNG મોડથી પેટ્રોલ મોડ કરી શકાય છે. કંપની તેમાં આગળની તરફ બે સિલિન્ડર લગાવે છે, જેને બ્લેક પ્લાસ્ટિકથી કવર કરવામાં આવે છે. સીટ નીચેના ભાગમાં તેને ઓપરેટ કરતું મશિન ફીટ કરવામાં આવે છે. એટલે કે એક્ટિવા CNG અને પેટ્રોલ બન્નેમાં દોડાવી શકાય છે. એક્ટિવા પર CNG સાથે જોડાયેલા ગ્રાફિક્સ પણ લગાવી શકાય છે.
CNG કિટનું નુક્સાન
CNG કિટ લગાવવાથી કેટલુંક નુક્સાન પણ થાય છે. પહેલું તો એ કે આ કિટમાં જે સિલિન્ડર લગાવવામાં આવે છે, તે માત્ર 1.2 કેજી CNG સ્ટોરેજ કરે છે. તેવામાં જ્યારે 120થી 130 કિ.મી.ની મુસાફારી બાદ તમારે ફરીથી CNG ભરાવવાનું રહેશે. તેમજ CNG સ્ટેશન દરેક સ્થળે મળતા નથી. બની શકે છે કે તમારા લોકેશનથી તે 10 કે 15 કિ.મી. દૂર પણ હોય. CNGથી ભલે સ્કૂટરની એવરેજ વધે પરંતુ તેનાથી સ્કૂટરના પિકઅપ પકડતું નથી. તેવામાં ચઢાણવાળા રસ્તાઓમાં પર એન્જિનને લોડ પડી શકે છે.
Source : DivyaBhaskar.com

30 COMMENTS

  1. … [Trackback]

    […] Here you can find 75001 more Information on that Topic: joblessyuva.com/2018/04/22/honda-activa-will-run-100-kms-in-just-46-rupees/ […]

  2. … [Trackback]

    […] Read More on that Topic: joblessyuva.com/2018/04/22/honda-activa-will-run-100-kms-in-just-46-rupees/ […]

  3. … [Trackback]

    […] Information to that Topic: joblessyuva.com/2018/04/22/honda-activa-will-run-100-kms-in-just-46-rupees/ […]

Comments are closed.