એન્જિન ગુજરાતમાં તો ડબા મહારાષ્ટ્રમાં – એક રેલવે સ્ટેશન, બે સ્ટેટ: અડધું ગુજરાતમાં તો અડધું મહારાષ્ટ્રમાં

12
371

નવાપુર: ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા નવાપુર રેલવે સ્ટેશન પર એક બાંકડો એવો છે જે દેશના કદાચ કોઇપણ રેલવે સ્ટેશન પર નહિ હોય. આ બાંકડાની મધ્યમાંથી બંને રાજ્યોની સરહદ જાય છે બાંકડાની એક તરફ ગુજરાત રાજ્યના કાયદા લાગે છે તો બીજીતરફ મહારાષ્ટ્ર રાજ્યના કાયદાનો અમલ કરવો પડે છે. મહારાષ્ટ્ર-ગુજરાત રાજ્યના બોર્ડર પર નવાપુર રેલ્વે સ્ટેશન બે રાજ્યની સીમા ઉપર આવે છે. પુર્વ દિશામાં મહારાષ્ટ્ર છે અને પશ્ચિમ દિશામાં ગુજરાત રાજ્ય. રેલ્વે સ્ટેશની વિશેષ બાબત એ છે કે ટિકિટ લેનાર મહારાષ્ટ્રમાં રહે છે અને સ્ટેશન માસ્તર ગુજરાતમાં બેસે છે. નવાપુર એકમાત્ર એવું સ્ટેશન છે જ્યાં 4 ભાષામાં એનાઉન્સમેન્ટ થાય છે.

એન્જિન ગુજરાતમાં તો ડબા મહારાષ્ટ્રમાં

નવાપુર સ્ટેશન પર મહારાષ્ટ્ર તરફથી ટ્રેન આવે ત્યારે સ્થિતિ એવી સર્જાય છે કે એન્જિન ગુજરાતમાં હોય છે તો ડબા મહારાષ્ટ્રમાં. સ્ટેશનનું ટિકિટ કાર્યાલય મહારાષ્ટ્રમાં છે તો પ્લેટફોર્મ ગુજરાતમાં. પ્લેટફોર્મ પર મૂકાયેલો બાંકડો પણ બન્ને રાજ્યની વચ્ચે વહેંચાયેલો છે.

છે ને મિત્રો અનોખું દ્રશ્ય! આપણે ઘણી વાર આ સ્ટેશન પાર થી પાસ થયા હોઇશુ પણ આ બાબત પર ક્યારેય ધ્યાન નહિ ગયું હોય. અને મિત્રો જો ગમ્યું હોય તો શેર કરવાનું નહિ ભૂલતા.
આવા જ રસપ્રદ અને મજેદાર આર્ટિકલ્સ માટે લાઈક કરો અમારો પેજ JoblessYuva.

Source : DivyaBhaskar

12 COMMENTS

  1. … [Trackback]

    […] Information to that Topic: joblessyuva.com/2018/05/01/railway-station-between-gujarat-maharashtra-border-in-gujarati/ […]

Comments are closed.