‘મા તું ક્યાં છે’ મંદિરમાંથી મળેલી બાળકીને દત્તક લેવા 10 યુગલો તૈયાર

508
513

શહેરના અટલાદરા ગામમાં વેરાઇ માતાના મંદિરના ઓટલા પર બ્લેન્કેટમાં વીંટાળેલી ગરમ કપડાં સજ્જ દોઢ વર્ષની બાળકી આજે સવારે લાવારિસ મળી આવી હતી. બાળકી કંઇ બોલી તો શકતી નથી પરંતુ બાળકી જાણે અંદરથી કહી રહી હોય કે ‘મા તું ક્યાં છે’ તેમ તેને જોતા જ લાગી આવે છે. પોલીસે આ બાળકીની જાણ સોશિયલ મીડિયા પર કરતાં વડોદરામાંથી 10 જેટલાં યુગલો આ બાળકીને દત્તક લેવા આગળ આવ્યા છે, જેમાં તરસાલી વિસ્તારના નિ:સંતાન દંપતી સુધીર પારેખ અને તેમનાં પત્ની મનિષાનો પણ સમાવેશ થાય છે.

શાકભાજીવાળા યુવકને સવારે 7 વાગે મંદિરના ઓટલેથી બાળકી મળી આવી હતી

‘આવી ઠંડીમાં ભાગોળે થોડી રેવા દેવાય…’

બાળકીને સવારે આટલી ઠંડીમાં ભાગોળે થોડી રેવા દેવાય..એટલે હું તેને સવારે મારા ઘેર લઇ આવી હતી. તેને નવડાવીને દૂધ પીવડાવ્યું હતું અને તેને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. મેં 5 હજાર રૂપિયા પણ આપ્યા છે,અને સારી સંભાળ લેવા જણાવ્યું છે. – દક્ષા પટેલ, સ્થાનિક કોર્પોરેટર, અટલાદરા

મહિલા કોર્પોરેટરે પણ બાળકીને દત્તક લેવાની તૈયારી દર્શાવી

‘19 વર્ષથી નિ:સંતાન છીએ, અમને દત્તક આપો’

શાકભાજીવાળા યુવકને સવારે 7 વાગે મંદિરના ઓટલેથી બાળકી મળી આવી હતી

મહિલા કોર્પોરેટરે પણ બાળકીને દત્તક લેવાની તૈયારી દર્શાવી

બાળકીને નવડાવીને દૂધ પીવડાવનાર સ્થાનિક કોર્પોરેટર દક્ષા પટેલે પણ બાળકીને દત્તક લેવાની તૈયારી બતાવી હતી, તો મુંબઇથી પણ એક વ્યક્તિએ પોતાના મિત્રને પોલીસ સ્ટેશનમાં મોકલી આ બાળકીને દત્તક લેવાની ઇચ્છા દર્શાવી હતી. બાળકીને લઇને પોલીસ સ્ટેશને પહોંચેલા 5થી વધુ યુવાનોએ પણ બાળકીને અપનાવવાની ઇચ્છા વ્યકત કરી હતી. નિયમ મુજબ ત્રણ મહિના સુધી બાળકીના વાલીવારસોની રાહ જોવી જરૂરી છે, જેથી પોલીસને દત્તક લેવા ઇચ્છુકોને હાલ તેના રાહ જોવા જણાવ્યું છે.

‘19 વર્ષથી નિ:સંતાન છીએ, અમને દત્તક આપો’

હું પોરમાં નોકરી કરું છું અને 19 વર્ષના લગ્ન જીવન પછી પણ હું અને મારી પત્ની મનિષા નિ:સંતાન છીએ. સવારે વોટ્સએપ પર આ બાળકી મળી હોવાની જાણ અમને થતાં બાળકીને અપનાવવાના ઇરાદે અમે બંને પોલીસ સ્ટેશનમાં આવ્યાં છીએ. અમને તેને દત્તક લેવાની ઇચ્છા થઇ ગઇ છે.

આર્ટિકલ પસંદ આવ્યો હોય તો share જરુર કરજો..

 

508 COMMENTS

Comments are closed.