મોદી શું કામ મોદી છે? – ચાલો જાણીયે એમના ૧૦ ગુણો નો રહ્શ્ય

14
554
Narendra Damodardas Modi

ગુડ મૉર્નિંગ ક્લાસિક – સૌરભ શાહ

મુંબઈ સમાચાર

નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા તે પહેલાં કેવા હતા અને મુખ્ય પ્રધાન બન્યા તે પહેલાં કેવા હતા એની રિયલ સ્ટોરી તો સાહેબ ક્યારેક આત્મકથા લખે ત્યારે ખબર પડે. પણ ભારતની સવાસો કરોડ જનતામાંના એક તરીકે મોદીને મેં જે રીતે જોયા છે એમાંથી શીખવાનું ઘણું છે. શીખીને કંઈ આપણે એમની કૉમ્પિટિશનમાં નથી ઊતરવું અને સાચું પૂછો તો ભગવાન વડા પ્રધાન બનવાનું વરદાન માગવાનું કહે તો પણ હું એમને કહું કે કોઈ બીજાને પસંદ કરો, આ કોલમ હું છોડવાનો નથી.

નરેન્દ્ર મોદીના જાહેર જીવનને ઑબ્ઝર્વ કરતાં ઊડીને આંખે વળગે એવી સૌથી મોટી વાત એ છે કે એ જબરદસ્ત મહેનત કરે છે, ભારે કામગરા છે. છેલ્લા અઠવાડિયામાં તમે પોતે કેટલીવાર બીજા લોકોને કહ્યું કે આ અઠવાડિયે મારી પાસે ટાઈમ નથી, નેકસ્ટ વીક. પણ મોદી પાસે ટાઈમ જ ટાઈમ છે. દિવસનો એકે એક કલાક જ નહીં, એક એકે એક મિનિટ એમના માટે કામની છે. કામ સિવાયની ગપ્પાંબાજી માટે એમની પાસે ફુરસદ નથી.

Narendra Modi Working in Office
Narendra Modiji in PMO Office

ટાઈમ મૅનેજમેન્ટની વાતોનાં વડાં તળ્યાં વિના મોદી શીખવાડે છે આપણા જેવા લોકો પાસે અત્યારે કામ કરવા માટે જેટલો સમય છે એના કરતાં ડબલ સમય કાઢી શકીએ એમ છીએ, જો બીજી બિનફળદ્રુપ પ્રવૃત્તિઓમાંથી બહાર નીકળી જઈએ તો.

બીજી વાત મોદીની એ ગમે છે કે પોતાના ટીકાકારો પર પ્રહાર કરવામાં, એમની સાથે જીભાજોડી કરવામાં ઝાઝો સમય વેડફતા નથી, ક્યારેક કોઈ કટ લગાવી દીધી, તો પૂરતું છે. સાથોસાથ તેઓ પોતાના ચમચામંડળને દૂર રાખે છે. ગુજરાતમાં કેશુભાઈ, શંકરસિંહ વગેરે રોજ દરબારો ભરતા.

New Delhi: Prime Minister Narendra Modi meeting with a delegation of Congress leaders led by party vice president Rahul Gandhi in New Delhi.

મોદી પોતાની કુર્નિશ બજાવનારાઓને સાત વેંત દૂર રાખે છે. મસ્કાબાજોથી માણસનું પર્સેપ્શન ખોરવાઈ જતું હોય છે. મોદી બરાબર સમજે છે આ વાત અને ટીકાકારોથી માંડીને ગાળો ભાંડવાવાળાઓને મોઢે ન લગાય એ પણ એ સમજે છે. વિરોધીઓના મુદ્દામાં જો કોઈ દમ હોય તો સ્વીકારી લેવાનો, વગર ક્ધસલ્ટિંગ ફીએ આવી સલાહ કોણ આપે. પણ એમની સાથે જીભાજોડીમાં ઊતરીને ટાઈમ વેસ્ટ નહીં કરવાનો.

ત્રીજી વાત મોદીની એ ગમી કે એ શીખતા રહે છે. ગુજરાતમાં હતા ત્યારે શરૂઆતમાં એમની હિન્દીમાં પરેશ રાવળ જાણીજોઈને ગુજરાતી છાંટવાળી હિંદી બોલે એવી એક્સન્ટ ઉમેરાતી. દિલ્હી જતાં પહેલાં મોદી વાજપાયીને પણ ટક્કર મારે એવા શુદ્ધ હિંદી ઉચ્ચારો કરતા થઈ ગયા. તે વખતે એમનું ઇંગ્લિશ પણ ગુજરાતી મીડિયમવાળું હતું. છેલ્લા એક-સવા વર્ષમાં એમને અંગ્રેજીમાં ટીવી ઈન્ટરવ્યૂ આપતા સાંભળો કે પ્રવચન કરતા સાંભળો ત્યારે લાગે કે એમને રેપિડેક્સ વાંચવાનો ટાઈમ ક્યારે મળતો હશે. પણ એમની નિરીક્ષણશક્તિ અને ગ્રહણશક્તિ – બેઉ ધારદાર છે.

Learning Quote by Narendra Modi

પોતાની આસપાસના તેજસ્વી બ્યુરોક્રેટ્સ વગેરેને ઑબ્ઝર્વ કરીને એ હવે સચોટ ઈમ્પેકેબલ અંગ્રેજી બોલતા થઈ ગયા છે. સાંભળો તો લાગે નહીં કે ગુજરાતીભાઈ આવા ભારેખમ અંગ્રેજી શબ્દોને બહુ જ સરળતાથી અપનાવતા થઈ ગયા છે.

ચોથી વાત. મોદી પર્સનલી સાદા માણસ છે, એમની લાઈફ્સ્ટાઈલ સિમ્પલ છે પણ એ સાદગી નો દંભ નથી કરતા. ના, હું તો બાબુભાઈ જશભાઈ પટેલની જેમ ખાદીની થેલીમાં સામાન ભરીને એસ.ટી.માં ટ્રાવેલ કરીશ કે ના, કેજરીવાલની જેમ હું પણ પીએમના તોતિંગ બંગલાને બદલે કોઈ સાદી ખોલીમાં રહેવા જઈશ એવા ગંદા ગાંધીવાદી કે સડાઉ સામ્યવાદી દેખાડાથી એ દૂર રહે છે.

PM Modi meeting his mother Heera Ben

પહેર્યો હવે જાતે, દસ લાખનો સૂટ પહેર્યોે અને આ લે શરીર પરથી કાઢીને કરોડોમાં વેચી પણ કાઢ્યો. મોદીને ખબર છે કે આ સાદગીના દંભીડાઓનાં ઊતરેલાં કપડાં વાસણવાળીને વેચશે તો સરખી તપેલીય ન આવે અને પોતે વેચે તો… તમે જોઈ લીધું. ઈન્દિરા ગાંધી કાંડા પર એચ.એમ.ટી.ની બસો રૂપિયાવાળી ઘડિયાળ પહેરતાં અને આમ કરોડો રૂપિયા ઘરભેગા કરતા. મોદી પાસે એમની નોકરીના પગાર સિવાય જૂની બચતમાંથી લીધેલાં સરકારી યોજનાના ઈન્વેસ્ટમેન્ટ સિવાય બીજું કંઈ નથી. ગાંધીનગર છોડતી વખતે એમણે પોતાની બાકી લેણી નીકળતી રકમ ચોથા વર્ગના કર્મચારીઓની છોકરીઓના ભણવા માટે વહેંચી દીધી. મોઘાં કપડાં, કિંમતી ચશ્માં, કોસ્ટલી શૂઝ વગેરે વાપરતા હોવા છતાં મોદી નિ:સ્પૃહ છે જે એમની બીહેવિયરમાં, લાઈફસ્ટાઈલમાં ટપકે છે. કરોડો રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કરતા, લાર્જ ફાર્મ હાઉસીઝ અને અઢળક બીજી સંપત્તિ ધરાવતા રાજકારણીઓમાંના મોદી નથી.

Digital India - Dream of Shri Narendra Modi

પાંચમી વાત એમની સારી એ છે કે એ સ્ટાઈલિશ છે. ચંદ્રશેખર પણ વડા પ્રધાન હતા, લઘરવઘર દાઢીવાળા, મોદીની દાઢીનું ટ્રિમિંગ તમે જોયું? આઠ-આઠ દિવસ પરદેશ જતા હશે ત્યારે દાઢી માટે સાથે કોઈને લઈ જતા હશે કે ટ્રિમર વસાવી લીધું હશે! સેલ્ફી પાડતા થઈ ગયા છે. સોશ્યલ મીડિયાનો આટલો વિશાળ ઉપયોગ કરનાર એ સૌપ્રથમ અને સૌથી જાણકાર નેતા. કૉમ્પ્યુટરનું ઑબ્સેશન છેક નાઈન્ટીઝથી. ગુજરાતમાં જે ઝડપે સરકારી કામકાજનું કૉમ્પ્યુટરીકરણ થયું તે મોદીના રાજમાં થયું. મૉડર્ન માણસ છે. સમય કરતાં આગળ વિચારે છે ને સમય સાથે ચાલે છે ને જૂના ઘાવ ભૂલીને અર્ણબ ગોસ્વામી, પ્રણય રૉય કે બરખા દત્ત કે તોતિંગ અંગ્રેજી છાપાઓના માલિકો સાથે વણસેલા સંબંધોને હન્કીડોરી કરી નાખે છે.

PM Modi with World Leaders

છઠ્ઠી વાત ઘણી મોટી છે. ઇન્ડિયાનું પોટેન્શલ એમને ખબર છે. મોદી વિદેશી યાત્રાઓ કરતા રહે છે એવી ટીકાઓ કરનારા (અને એ વિશે ફેસબુક/ટ્વિટર પર અદ્ભુત જોક્સ લખનારા) લોકોને ખબર નથી કે મોદી તો કંઈ નથી, ઓબામા એમનાથી વધારે ફરે છે. મોદીને કારણે આ એક વર્ષમાં ફોરેનની પ્રેસમાં, વિદેશી રાષ્ટ્રોમાં, ત્યાંના રાજકારણીઓ, ત્યાંની પ્રજામાં ભારત માટેનું પર્સેપ્શન બદલાઈ રહ્યું છે અને કેટલીક બાબતોમાં બદલાઈ ગયું છે. ભારત હવે પુંગી વગાડતા ગારુડીઓનો દેશ નથી, રસ્તે ચાલતા હાથી પર બેઠેલા મહાવતોનો દેશ નથી એની ખબર પડવા માંડી છે, ઈન્ટરનૅશનલ કમ્યુનિટીને. ત્યાંના લોકો હવે આપણને ઝૂકી ઝૂકીને સલામ કરતા થઈ ગયા છે. આ બધું મોદીને કારણે.

Narendra Modi with Media

સાતમી વાત મોદીની એ ગમી કે એમણે મીડિયાને કટ ટુ સાઈઝ કરી નાખ્યું. બહુ ફુદકતા હતા માળા બેટાઓ. દિલીપ પાડગાંવકર નામના એક એડિટરે તો રાજીવ ગાંધીના જમાનામાં જાહેર કરી દીધેલું કે મારો જૉબ ઈમ્પોર્ટન્સમાં નેકસ્ટ ટુ પ્રાઈમ મિનિસ્ટર છે. પોતાના છાપાના તંત્રીલેખો વાંચીને દિલ્હીમાં નીતિઓ ઘડાય છે એવું માનનારા અંગ્રેજી છાપાના માલિકો પણ સીધાદોર થઈ ગયા છે – આ જ લોકોએ ૨૦૦૨ પછીના ગાળામાં મોદીને માબહેનની સંભળાવવાનું જ બાકી રાખ્યું હતું.

Narendra Modi with Powerful Leaders

આઠમી વાત મને પર્સનલી એ ગમે છે કે મોદી પોતાની આસપાસ પોતાનાથી વધુ પ્રતિભાશાળી લોકો હોય તો ઈન્ફિરિયોરિટી નથી અનુભવતા. એમને ચુનંદા માણસોની ટીમ બનાવતા આવડે છે, એ બધાને ઈન્સ્પાયર કરીને એમની પાસે કામ કઢાવતાં આવડે છે અને એ લોકોને અઉન્ટેબલ બનાવતાં પણ આવડે છે – કોઈને એમની જવાબદારીમાંથી છટકવા દેતા નથી.

Lunch Menu of Narendra Modi

નવમી એમની ખાવાની હૅબિટ્સ ગમે છે. આપણા જીવનમાં જો આ એક જ વાત ઉમેરાઈ જાય તો આપણે અડધા મોદી બની જઈએ. શાક-દાળ-રોટલી – સલાડ – છાશ. આ જ લંચ, ડિનર પણ સાદું. પ્લસ નહીં કોઈ વ્યસન, નહીં કોઈ જીભની લાલચો. વાજપાયી શરાબ-કબાબના માણસ હતા તે બધા જાણે છે. મોદીને આનું પણ વ્યસન નથી. સિગરેટ, શરાબ તો છોડો. ઈવન ઓબામા વારંવાર ટ્રાય કરી ચૂક્યા છે પણ સિગરેટ એમનાથી છૂટતી નથી.

PM Modi as a Sanyasi

દસમ અને સૌથી મોટી વાત મને એમની એ લાગે છે કે એ લાઈફમાં બિલકુલ ઈન્સ્ક્યિોર્ડ નથી. કાલ ઊઠીને સત્તા પરથી ફેંકાઈ જઈશ તો – એવો સહેજ પણ ભય નથી, કારણ કે એમણે સત્તા દ્વારા કશું ભેગું કરીને ગળે બાંધીને ક્યાંય લઈ જવું નથી. ગાંધીનગર હતા ત્યારે કહેતા કે કેન્દ્રમાંથી (એ વખતે વાજપાયીની સરકાર હતી) આદેશ આપશે તો બે ઘડીમાં હાથમાં થેલી લઈને કાંકરિયા પાછો જતો રહીશ. સત્તા પર ટકી રહેવા જે છટપટાહટો કરવી પડે છે તે મોદીએ નથી કરવી પડતી, કારણ કે એમને ખબર છે કે કાલ ઊઠીને સાત, રેસકોર્સ પરથી નીકળી જવાનું આવશે તો દિલ્હીમાં પણ કાંકરિયાની જેમ ઝંડેવાલાંમાં આરએસએસનું કેન્દ્ર છે જ જ્યાં દસ બાય દસની એક રૂમ તો ગમે ત્યારે કોઈ ખાલી કરી આપે એમ છે.

મોદી જેવી જાહેર જીવનની વ્યક્તિમાં દેખાતાં ગુણો આપણામાં ઉતાર્યા પછી આપણે કદાચ મોદી ન બની શકીએ પણ જે છીએ એના કરતાં વધારે સારા તો ચોક્કસ બની શકીએ.

Source : ગુડ મૉર્નિંગ ક્લાસિક – સૌરભ શાહ

મુંબઈ સમાચાર

Title : Why Modi is Modi? Let’s have a look at the secrets of 10 virtues of a very hard working man.

14 COMMENTS

  1. … [Trackback]

    […] Find More to that Topic: joblessyuva.com/2017/09/06/why-modi-is-modi-lets-have-a-look-at-the-secrets-of-10-virtues-of-a-very-hard-working-man/ […]

  2. … [Trackback]

    […] Read More here to that Topic: joblessyuva.com/2017/09/06/why-modi-is-modi-lets-have-a-look-at-the-secrets-of-10-virtues-of-a-very-hard-working-man/ […]

  3. … [Trackback]

    […] Find More to that Topic: joblessyuva.com/2017/09/06/why-modi-is-modi-lets-have-a-look-at-the-secrets-of-10-virtues-of-a-very-hard-working-man/ […]

  4. … [Trackback]

    […] Read More Information here on that Topic: joblessyuva.com/2017/09/06/why-modi-is-modi-lets-have-a-look-at-the-secrets-of-10-virtues-of-a-very-hard-working-man/ […]

  5. … [Trackback]

    […] Read More Info here on that Topic: joblessyuva.com/2017/09/06/why-modi-is-modi-lets-have-a-look-at-the-secrets-of-10-virtues-of-a-very-hard-working-man/ […]

  6. … [Trackback]

    […] Information on that Topic: joblessyuva.com/2017/09/06/why-modi-is-modi-lets-have-a-look-at-the-secrets-of-10-virtues-of-a-very-hard-working-man/ […]

Comments are closed.