નમસ્કાર મિત્રો!!! આજે “ટેકનોલોજી ની સફર” માં હું તમને જણાવવા જઈ રહ્યો છું અત્યાર ના ટ્રેન્ડીંગ એટલે કે જેનો ખૂબ જ ભારે પ્રમાણ માં ઉપયોગ થાય એવા #Hashtag વિષે.

આ #Hashtag એક મેટાડેટા ટેગ નો એક પ્રકાર છે તે Social Media અને Micro Blogging માં વપરાય છે.
સાદી ભાષા માં કહું તો તે એક કોડિંગ સિસ્ટમ છે જેની મદદ થી તમે કોઈ પણ આવા ઉપયોગ માં આવેલ ટેગ ને સરળતા થી શોધી શકો. અને તમને જોઈતી માહિતી મેળવી શકો.
તમે બધા આજ કાલ FB, Twitter, Instagram જેવા Social Media નો બહોળા પ્રમાણ માં ઉપયોગ કરતા હશો. અને કોઈ વિષય અથવા તો કોઈ ફોટો સાથે તમે તમારા keyboard માં આવેલા એક અનોખા ચિહ્નન # નો ઉપયોગ કરો છો. સામાન્ય લોકો આ ચિહ્નન નો પ્રયોગ તેમણે લખેલા શબ્દ ને Highlight કરવા માટે કરે છે. જેમકે કોઈ તેના મિત્ર સાથે ફોટો મુકશે તો તેમાં #bff અથવા તો #buddy જેવા ટેગ નો ઉપયોગ કરે છે.

આ પ્રકાર ના ટેગ કોઈ પણ બનાવી શકે છે!! તે માટે તમારે કોઈ શબ્દ અથવા તો કોઈ વાકય ની અંદર Space મુક્યા વગર તેની આગળ # ચિહ્નન મુકવાનું રહેશે અને હા એક વાતનું ધ્યાન રાખજો કે આ ચિહ્નન અને તમારા શબ્દ વચ્ચે પણ ખાલી જગ્યા ના હોવી જોઈએ. આમ કરવાથી social media માં તમે લખેલો શબ્દ ઘાટું થઇ જાય છે.
હવે જો મારે કોઈ વિષયવસ્તુ ને લગતી માહિતી શોધવી હોય તો હું સર્ચ ના વિકલ્પ માં જઇ અને તમે ઉપયોગ કરેલો ટેગ સર્ચ કરું તો તમારી માહિતી અથવા ફોટો હું સરળ તા થી શોધી શકું.
આ Hashtag નો ઉપયોગ સૌ પ્રથમ ૨૦૦૭ માં Twitter પર કરવા માં આવ્યું હતુ પણ કોઈ નો સારો સહકાર ન મળ્યો. પાછળ થી Crish એ કરેલી tweet વારંવાર રિપીટ થતા આ પદ્ધતિ અમલ માં મુકવા માં આવી. આજ કાલ Twitter પર એક ખાસ વિકલ્પ બતાવવા માં આવે છે જેનું નામ છે #Toptrending આ વિકલ્પ માં આ સપ્તાહ ની કોઈ પણ ટેગ ઉપર વધારે થયેલી વાતો એટલે કે tweet જોઈ શકાય છે.અને તે વિષય પર પોતાની વાત રજૂ કરી શકાય છે. Twitter ની અંદર આ પદ્ધતિ નો બહોળો ઉપયોગ ૨૦૦૯-૨૦૧૦ દરમિયાન ઈરાન ની ચૂંટણી મુદ્દે કરાયો હતો.
આ પદ્ધતિ નો ઉપયોગ ટીવી ચેનલો અને ખાસ કરી ને ન્યુઝ ચેનલો વાળા બહોળા પ્રમાણ માં કરે છે.
અત્યારે કોઈ લાઈવ ડિબેટ અથવા તો લાઈવ કાર્યક્રમ ચાલુ હોય તો તેમાં કહેતા હોય છે કે તમારા સુજાવ, અથવા પ્રશ્નો આ Hastag નો ઉપયોગ કરી અમારા સુધી પહોંચાડો. અને જે મેસેજ સારો હોય તેને તે ટીવી પર બતાવે છે.
હવે વાત કરીએ ન્યુઝ ચેનલ વાળા ની તો તેઓ એવા વ્યક્તિઓ ને રાખે છે જેઓ માત્ર અને માત્ર નિરીક્ષણ કરવાનું કાર્ય કરે છે. આ નિરીક્ષણ કારકો બધી Social Media નો નિરીક્ષણ કરે છે અને વર્તમાન સમયમાં જે વિષય પર સામાન્ય લોકો વધારે રસ લઇ રહ્યા છે અથવા તો વાત કરી રહ્યા છે તેવા વિષયો ની છાંટણી કરે છે અને સમાચાર ચેનલો વાળા ને માહિતી પૂરી પાડે છે. આ વિષયો ને સંબંધીત તમામ માહિતી સમાચાર વાળા એકઠી કરે છે અને તે વિષય ને સામાન્ય જનતા સુધી તેમના ઘરે બેઠા બેઠા આ વિષય ની ઊંડાણ પૂર્વક માહિતી પૂરી પાડવાનું કાર્ય કરે છે.

હાલ માં એક એવો વિષય બન્યો હતો #boycott_made_in_China આ વિષય પર ઘણા લોકો ને વાત કરતા જોઈ સમાચાર ચેનલો વાળા એ આ વિશે ની પુરી જાણકારી જેમ કે ચાઈનીઝ વસ્તુ વાપરવાથી થતા ગેરફાયદા, ચાઈનીઝ વસ્તુ લોકો શા માટે પસંદ કરે છે અને હવે ભારત ની મોટી મોટી કંપનીઓ એ શું કરવું જોઈએ તેવું આખુ વિશ્લેષણ કરી આખો ૧ કલાક નો કાર્યક્રમ યોજાયો હતો. જેથી જે વ્યક્તિઓ ને આ વાત ની જાણ નથી તેઓ ઘરે બેઠા બેઠા સમાચાર મારફતે આ વિષય થી જાણકાર થાય.
આમ, આ #Hashtag નો સારો એવો ઉપયોગ કરી શકાય છે.
આપના અભિપ્રાય આવકાર્ય… જો આ માહિતી ઉપયોગી જણાય તો Like અને આગળ Share કરવા વિનંતી.
- ઉદય ભાનુશાલી
Title : You Might have used many #Hashtag, But do you know that one simple #hashtag can do lot more things. Know more about #Hashtag.
Click here to Follow us >> Facebook , Instagram , Youtube , Twitter


