દિલ્હીવાળા એ પોતાની આંખ ના ડોળાઓ ને પણ ટેટુ કરાવી નાખ્યું છે. પિકચર્સ જોઈ ને તમે પણ અચંબિત થઇ જશો

5
357
Delhi Man Tattooed Eyeballs

દિલ્હીવાળા ભાઈ એ તેની આંખો માં ટેટુ કરાવી નાખ્યું છે, હા, તમે તદ્દન સાચું જ વાંચી રહ્યા છો.
દિલ્હીના રહેવાસી કરણ, જે પોતાને ટેટ્ટોગ્રાફર કરણ તરીકે જણાવે છે, તે એક ભારતીય ટેટૂ કલાકાર છે અને તે સાથે સાથે પિરસીઇંગ ( Piercing ) પણ કરે છે.

28 વર્ષીય કરણ ને ટેટુસ બનાવવાનો ઘેલો શોખ છે, જેને સાથે સાથે તેણે પોતાનો વ્યવસાય પણ બનાવી લીધો છે. તે પોતે તેના શરીર પર પણ ઘણા બધા પ્રયોગો કરતો હોય છે. તેનો દિલ્હીમાં એક ટેટુસ માટે નો સ્ટુડિયો પણ છે. તેના આ પરાક્રમ ના લીધે તે હવે ભારત નો પ્રથમ વ્યક્તિ બન્યો છે જેણે પોતાની આંખોમાં ટેટૂ બનાવ્યો હોય.

તેણે પોતાની આ નવી ટેટુ વાડી આંખો ના ઘણા ફોટોસ ને સોશ્યિલ મીડિયા પાર શેર કર્યા છે. તો ચાલો આ ફોટોસ ને મિસ કર્યા વગર જોઈએ

કરણ પોતાને “1.3 અબજ ભારતીયોમાંના” એવા એક અનોખા વ્યક્તિ તરીકે દર્શાવે છે, જેણે પેહલી વખત પોતાના ડોળાને કાયમી રૂપે ટેટુ વડે રંગી નાખ્યું હોય.

થોડા જ સમય પેહલા કેનેડામાં આવું જ કંઈક કરવા જઈ રહેલી એક યુવતી ને તેની આંખો ની રોશની ઘુમાવાવી પડી હતી તેના કારણે કરણ એ ટેટૂ પ્રેમીઓ માટે એક ચેતવણી પણ આપી છે. તેમણે જણાવ્યું હતું કે,
“મેં મારુ આ આંખો પર ટેટુ નું કામ દુનિયા ના એક માત્ર ટેટુ આર્ટિસ્ટ પાસે થી કરાવ્યું છે જેણે આવી રીતે આંખો પર ટેટુ કરવાનું 10 વર્ષ પેહલા શોધ્યું હતું. મને તો આંખો માં કાઈ સોજા જેવું કે બીજું કઈ લાગતું નથી. પણ હું તમને લોકો ને એ સલાહ આપીશ કે તમે લોકો હંમેશા આવું કઈ પણ કરાવો તો કોઈક અનુભવી કે મહારથી પાસે જ કરાવવું ”

દોસ્તો પોસ્ટ જો મજેદાર અને પસંદ આવી હોય તો લાઈક અને શેર કરતા નહિ ભૂલતા.

5 COMMENTS

Comments are closed.